fbpx
Friday, March 24, 2023

કન્નડ ફિલ્મોના સુપરસ્ટાર પુનીત રાજકુમારનું અવસાન

- Advertisement -
  • મલ્ટિ ટેલેન્ટેડ પુનીત રાજકુમાર એક્ટર હોવાની સાથે પ્લેબેક સિંગર
  • રાજકુમારનું ચંદન ચોર વિરપ્પને 2000ની સાલમાં અપહરણ કર્યું હતું
  • પુનીત 29 ફિલ્મોમાં લીડ એક્ટર તરીકે રહ્યા
- Advertisement -
- Advertisement -
- Advertisement -

કન્નડ ફિલ્મોના સુપરસ્ટાર પુનીત રાજકુમારનું અવસાન થઇ ગયું છે હાર્ટએટેકના કારણે 46 વર્ષની ઉંમરે બેંગલોરની હોસ્પિટલમાં તેઓએ છેલ્લા શ્વાસ લીધા હતા અભિનેતાના અવસાનના પગલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં શોકનું મોજું ફરી વળ્યું છે મલ્ટિ ટેલેન્ટેડ પુનીત રાજકુમાર એક્ટર હોવાની સાથે પ્લેબેક સિંગર ટીવી પ્રેઝન્ટેટર પ્રોડયુસર પણ હતા કન્નડ ફિલ્મોમાં તેમનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે બાળકલાકાર તરીકે અભિનય યાત્રાની શરૂઆત કરનાર પુનીત 29 ફિલ્મોમાં લીડ એક્ટર તરીકે રહ્યા હતા ફિલ્મ વસંત ગીતા ભાગ્યવંતા ચાલીસુવા મોદગાલુ એરાડુ નક્ષત્રગાલુ બેટ્ટાડા હુવુ જેવી ફિલ્મોમાં તેઓએ દમદાર અભિનય કર્યો હતો જેમને ખૂબ વખાણવામાં આવ્યો હતો ફિલ્મ બેટ્ટાડા હુવુમાં રામુના રોલ માટે તેમને બેસ્ટ ચાઇલ્ડ આર્ટિસ્ટનો નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો તેમના ફેન્સ તેમને પ્રેમથી પાવર સ્ટાર અપ્પુ તરીકે પણ બોલાવતા હતા તેઓએ ગેમ શો કન્નડદા કોટયાધિપતિનું એન્કરિંગ કર્યું હતંુ પુનીત કન્નડ સિનેમાના હાઇએસ્ટ પેઇડ એક્ટર્સના લિસ્ટમાં સામેલ હતા ફિલ્મોમાં તેમના દિલધડક સ્ટંટને ફેન્સ અને ક્રિટિક્સ બંને વખાણતા હતા પુનીત એક એવા વ્યક્તિ હતા જેમણે સાદગી અને વિનમ્રતાથી બધાના દિલ જીતી લીધાં હતાં .

પુનીતનાં માતા – પિતાનું બેકગ્રાઉન્ડ પણ ફિલ્મોનું હતું

પુનીતના પિતાનું નામ રાજકુમાર અને માતાનું નામ પર્વતમ્મા હતંુ તેમની માતા પ્રોડયુસર અને ડિસ્ટ્રીબ્યૂટર હતાં જ્યારે તેમના પિતા રાજકુમાર કન્નડ સિનેમાના લિજેંડરી સિંગર અને એક્ટર હતા રાજકુમારની ભારતીય સિનેમાના મહાન કલાકારોમાં ગણના થાય છે ઉલ્લેખનીય છે કે પુનીતની છેલ્લી ફિલ્મ યુવારાથના ચાલુ વર્ષે જ રિલીઝ થઇ હતી પુનીત રાજકુમારના અવસાન પર દેશભરમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના લોકો શોક વ્યક્ત કરી રહ્યા છે સોશિયલ મીડિયામાં પણ તેમના ફેન્સ દુઃખ વ્યક્ત કરી રહ્યા છેે .

પરિવારમાં પત્ની અને બે દીકરીઓ છે

પુનીતની પર્સનલ લાઇફની વાત કરીએ તો તેમણે 1 ડિસેમ્બર 1999માં અશ્વિની રેવંત સાથે લગ્ન કર્યા હતાં બંનેની મુલાકાત એક કોમન મિત્ર દ્વારા થઇ હતી જે બાદમાં લગ્નમાં પરિણમી હતી આ લગ્નથી તેમને બે દીકરીઓ છે

- Advertisement -

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles