fbpx
Wednesday, April 24, 2024

Diwali 2021 : ફટાકડા બૈન થવા પર મીમર્સે બનાવ્યા તગડા મીમ્સ, #crackerban સાથે લોકોએ લખી દિલની વાત

જ્યારે પણ દિવાળીનો તહેવાર આવે છે, ત્યારે ફટાકડા ફોડવાથી લઈને તેના વેચાણને લઇને ચર્ચા શરૂ થઇ જાય છે. સુપ્રીમ કોર્ટે તાજેતરમાં કહ્યું હતું કે ફટાકડાના ઉત્પાદન અને ઉપયોગને મંજૂરી આપવી જોઈએ નહીં. આ અંગે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સૂચના આપવામાં આવી છે. કોર્ટે કહ્યું કે તમામ ફટાકડા પર પ્રતિબંધ નથી, માત્ર સ્વાસ્થ્ય માટે નુકસાનકારક ફટાકડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

કહેવાનો મતલબ એ છે કે પ્રદૂષણ એટલું વધી ગયું છે કે ફટાકડા તો ના બાબા ના, કોર્ટે કહ્યું કે વૃદ્ધો અને બાળકોના જીવ સાથે રમવાનો કોઈને અધિકાર નથી. આ બધા વચ્ચે, #CrackersWaliDiwali અને #crackerban ટ્વિટર પર ટોચના ટ્રેન્ડમાં છે. સોશિયલ મીડિયા યુઝર્સે મીમ્સ શેર કરીને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાનું શરૂ કર્યું.

કોરોના વાયરસની મહામારી વચ્ચે ફટાકડા ફોડવા વધુ ખતરનાક છે, કારણ કે પ્રદૂષણને કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે અને લોકોને શ્વાસ લેવામાં તકલીફનો સામનો કરવો પડે છે. ફટાકડા ફોડવાથી વધુ વસ્તીવાળા શહેરોમાં વાયુ પ્રદૂષણ વધે છે, જે શિયાળાની ઋતુમાં પહેલાથી જ નબળી હવા ગુણવત્તા સૂચકાંક ધરાવે છે.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles