fbpx
Friday, March 24, 2023

20 વર્ષથી પિંજરામાં કેદ હતો કાચબો અચાનક છોડવા પર કર્યું આ કામ.

- Advertisement -
- Advertisement -
- Advertisement -
- Advertisement -

ઘર એક એવી જગ્યા છે જે ફક્ત માનવી માટે જ નહિ પણ કોઈપણ પ્રાણી માટે પણ ખુબ મહત્વની જગ્યા હોય છે. તમે પક્ષીઓને પણ જોયા જ હશે કે આખો દિવસ ખાવાની તલાસમાં બધે ફરશે પણ અંતે સાંજે તો તે પોતાના માળામાં પરત આવે જ છે. આ વાત આખા વિશ્વના બધા જ મનુષ્ય અને પ્રાણીઓ પર લાગુ પડે છે. આજે એક એવી વાત કરવાના છીએ જે સોશિયલ મીડિયા પર હાલ ખુબ ધૂમ મચાવી રહ્યો છે.

એક માદા કાચબો કે જે પોતાના ઘરની શોધમાં લગભગ 37000 કિલોમીટર જેટલી સફર પુરી કરી છે.

આ વાત એ કાચબાની છે કે જે છેલ્લા 20 વર્ષથી એક પિંજરામાં બંધ હતો. અને તે પીંજરામાંથી છૂટતા જ પોતાના ઘર તરફ આગળ વધી રહ્યો છે અને પોતાના ઘર સુધી જવાની આ કહાની જાણીને તમને નવાઈ લાગશે.

આ માદા કાચબાનું નામ યોશી જણાવવામાં આવી રહ્યું છે. યોશી લગભગ 20 વર્ષ સુધી પાંજરામાં કેદ હતો. તેનું વજન લગભગ 180 કિલો છે. યોશી પાંજરામાંથી બહાર આવતાની સાથે જ તેણે પોતાનું ઘર શોધવાનું શરૂ કર્યું. શોધ કરતી વખતે, યોશીએ લગભગ 37000 કિલોમીટરનું અંતર કાપ્યું. IFS ઓફિસર પરવીન કાસવાન દ્વારા શેર કરવામાં આવેલી યોશીની સ્ટોરી સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની રહે છે.

પરવીન કાસવાનએ સોશિયલ મીડિયા પર આ માદા કાચબાનો ફોટો શેર કારયિ છે અને સાથે લખ્યું છે, “આ કાચબાએ પોતાના ઘરની તલાશમાં આફ્રિકાથી લઈને ઓસ્ટ્રેલિયા સુધીનું 37000 કિલોમીટરની યાત્રા કરી છે. આ કાચબા વિષે જાણીને બધા જ હેરાન થઇ ગયા છે. જાણવા મળ્યું છે કે લગભગ 20 વર્ષ પહેલા આ કાચબાને પુરી દેવામાં આવ્યો હતો.

વાત એમ છે કે તેને ઘાયલ અવસ્થામાંથી બહાર આવવા માટે તેને દેખરેખમાં રાખવામાં આવવી હતી. પણ તેની સારવાર દરમિયાન એ કાચબા ઉપર અમુક સેટેલાઇટ ટેગ લગાવવામાં આવ્યા હતા જેથી તેમની પ્રજાતિ વિષે વૈજ્ઞાનિકો માહિતી મેળવી શકે. આ કાચબાને 20 વર્ષ સુધી કેદમાં રાખ્યા અને પછી આખરે તેને છોડવાનો નિર્ણય કર્યો. મુક્ત થતાં જ યોશી નામના આ કાચબાએ પોતાનું ઘર શોધવાનું શરૂ કર્યું. પછી શોધ કરતી વખતે આ કાચબાએ 37 હજાર કિલોમીટરનો પ્રવાસ કર્યો.

એવું કહેવામાં આવી રહ્યું છે કે માદા કાચબો ગર્ભવતી હતી અને તેણે પોતાના બાળકોને જન્મ આપવા અને તેમના પાલનપોષણ માટે સુરક્ષિત જગ્યા શોધવા માટે આ રીતે પ્રવાસ કર્યો છે.તમને જણાવી દઈએ કે પૃથ્વી પર કાચબો જ એક એવું પ્રાણી છે જે સૌથી વધુ વર્ષ જીવે છે. એક રિપોર્ટ પ્રમાણે કાચબો લગભગ 150 થી 250 વર્ષની ઉંમરનો હોય છે. સૌથી વધુ જીવવાવાળા કાચબાનું નામ અલડાબરા છે. આ કાચબાની ઉમર 256 વર્ષ છે. એટલે જ આ કાચબાનો આકાર ઘણો જ મોટો છે.

- Advertisement -

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles