fbpx
Thursday, April 18, 2024

37 કરોડ રૂપિયાની પોલિસી પાસ કરાવવા મૃત્યુને વહાલું કરવાનું કામ કર્યું આ વ્યક્તિએ પણ અચાનક

પૈસાની લાલચ બહુ ખરાબ વસ્તુ છે. એમાં પણ જો વાત કરોડો રૂપિયાની હોય તો વ્યક્તિ કોઈપણ હદ સુધી જવા માટે તૈયાર થઇ હતો હોય છે. હવે મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના રાજુર ગામનો એક કિસ્સો સામે આવ્યો છે. અહીંયા એક વ્યક્તિએ 37 કરોડની લાલચમાં પોતાના જ મૃત્યુનું કાવતરું કરે છે. એટલે તેણે ભયંકર કોબ્રા સાંપનો ઉપયોગ કર્યો હતો. તે પોલીસને મૂરખ બનાવવા માટે સફળ પણ થાય છે, પણ ફરી એક ગડબડ થઇ જાય છે જેના લીધે તેની પોળ ખુલી જાય છે.

ચાલો તમને જણાવીએ વિગતે.

અહમદનગરના જિલ્લા રાજુર ગામમાં પોલીસને સૂચના મળી કે 54 વર્ષના પ્રભાકર ભીમજી બાઘચોરેનું મૃત્યુ થઇ ગયું છે. મેડિકલ રિપોર્ટમાં મૃત્યુનું કારણ સાંપના કરડવાથી થયું છે એવું આવ્યું હતું. પ્રભાકર રે 20 વર્ષ સુધી અમેરિકામાં રહ્યા હતા અને પછી હમણાં જ પરત ભારત આવ્યા હતા. પ્રભાકરએ 37 કરોડની અમેરિકાની એક લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી લીધી હતી. પછી તે જાન્યુઆરીમાં પરત ભારત આવે છે. તેમના મૃત્યુ પછી પરિવારને એ પૈસા લેવા માટે દાવો કર્યો હતો.

પ્રભાકરના ડેથ સર્ટિફિકેટમાં મૃત્યુનું કારણ સાપ કરડવાનું હતું. તેના મૃતદેહની ઓળખ ગામના જ હર્ષદ લહામગે અને પ્રવીણે કરી હતી. તે પ્રભાકરનો ભત્રીજો હોવાનો દાવો કરતો હતો. પોલીસે આ આખી વાત માની લીધી હતી, જો કે જ્યારે વીમા કંપનીએ તેની તપાસ શરૂ કરી તો તેમને ગડબડ જોવા મળી. તેને શંકા છે કે પ્રભાકરે 2017માં તેની હયાત પત્નીના મૃત્યુનો દાવો કરીને પૈસા પડાવી લેવાનો પ્રયાસ કર્યો હતો.

જયારે તાપસમાં ખબર પડે છે પ્રભાકરના એકપણ પાડોશીને સાંપ કરડવાની જાણકારી હતી નહિ. જો કે તેમણે તેમના ઘરની બહાર એક એમ્બ્યુલન્સ જરૂર જોઈ હતી. તો પ્રભાકરના ભત્રીજા લાહમગેએ કહ્યું હતું કે વાઘચોરેનું મૃત્યુ કોવિદને કારણે થયું હતું. અહમદનગરના એસપી મનોજ પાટીલએ જણાવ્યું હતી કે જયારે પ્રભાકરના કોલ રેકોર્ડ શોધવા માટે સાહરુ કર્યું ટી તેમાં તે જીવતા હોવાના પુરાવા મળે છે અને તેણે પોતાના મૃત્યુની સાજિસ કરી હતી. મૃત્યુના ખોટા સમાચાર ફેલાવીને તે બીજા જિલ્લામાં ચાલ્યો ગયો હતો.

પ્રભાકરના કોલ રેકોર્ડમાં પોલીસને ખબર પડી કે તેણે અનપ નામની વ્યક્તિ સાથે ઘણી વાતચીત કરી હતી. તે તેના એક સાથી સાથે અનપને એકાંત સ્થળે લઈ ગયો હતો. અહીં તેણે તેને કોબ્રાથી કાપીને મારી નાખ્યો. આ સાપને લહામગેએ સાપ ચાર્મર પાસેથી ખરીદ્યો હતો. આ કામ માટે પ્રભાકરે તેના સાથીદારોને 35 લાખ રૂપિયા આપવાનું વચન આપ્યું હતું.

આનપમના મૃત્યુ પછી પ્રભાકરે તેના શબને ઘરે લાવ્યા અને અહીંયા એક એમ્બ્યુલન્સ બોલાવીને રાખી અને પોતાના ભત્રીજાને ઓળખાણ કરાવવા માટે કામગીરી કરી. એપછી તેમને ડેથ સર્ટિફિકેટ મળી ગયું હતું જેને બતાવીને તેમના પરિવારને અમેરિકા વીમા કંપની પાસેથી ઇન્સ્યોરન્સની રકમ 37 કરોડ લેવા માટે સંપર્ક કારયિ હતો. જો કે કંપનીને પ્રભાકરની ચાલાકી વિષે ખબર પડી ગઈ હતી.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles