fbpx
Thursday, April 25, 2024

Dhanteras 2021: સોના-ચાંદી કરતા પણ વધારે શુભ હોય છે આ 8 વસ્તુઓ, ધનતેરસ પર જરૂર ઘરે લાવો

ધનતેરસનો તહેવાર 2 નવેમ્બરે ઉજવવામાં આવશે. ધનતેરસને મનોકામના પૂર્ણ કરવા માટેનો સૌથી શુભ દિવસ માનવામાં આવે છે. ધનતેરસ પર ખરીદીનું વિશેષ મહત્વ છે. આખા વર્ષ દરમિયાન તમારી પાસે પૈસાની તંગી ન રહે, આર્થિક સંકટનો સામનો ન કરવો પડે, આ માટે ધનતેરસ પર નાની-મોટી ખરીદી કરો. ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે ખરીદી કરવી શુભ માનવામાં આવે છે.

એવું કહેવાય છે કે, ધનતેરસના દિવસે ખરીદેલી કોઈપણ વસ્તુ આખા વર્ષ દરમિયાન શુભ ફળ આપે છે. ચાલો જાણીએ કે, સોના-ચાંદી સિવાય એવી કઈ વસ્તુઓ છે જે ધનતેરસના દિવસે ખરીદવાથી આખું વર્ષ ધનની વર્ષા થાય છે.

સાવરણી- સાવરણીને માતા લક્ષ્‍મીનું પ્રતિક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ધનતેરસના દિવસે સાવરણી ખરીદીને ઘરે લાવવામાં આવે તો ઘરમાં દેવી લક્ષ્‍મીનો વાસ થાય છે. આ દિવસે સાવરણી ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેનાથી ઘરની ગરીબી અને આર્થિક સંકટો દૂર થાય છે.

ધાણાના બીજ- આ દિવસે ધાણાના બીજ ખરીદવાની પણ પરંપરા છે. ધનતેરસ પર ધાણાના બીજ ખરીદવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. પૂજામાં માં લક્ષ્‍મીને ધાણાના બીજ અર્પિત કરો અને પૂજા પૂર્ણ થયા પછી તેને તમારી તિજોરીમાં રાખો.

વ્યવસાય સંબંધિત સામાન- ધનતેરસના દિવસે તમે તમારા વ્યવસાય સાથે સંબંધિત કોઈપણ વસ્તુઓ જેમ કે- બોલપેન, આર્ટિસ્ટ બ્રશ અને ચોપડાની ખરીદી કરી શકો છો. ધનતેરસના દિવસે પણ આ વસ્તુઓની પૂજા કરવી જોઈએ.

ઈલેક્ટ્રોનિક વસ્તુઓ- ધનતેરસના દિવસે તમે ફ્રીજ, ઓવન, મોબાઈલ ફોન, લેપટોપ વગેરે જેવી ઈલેક્ટ્રોનિક વસ્તુઓ પણ ખરીદી શકો છો. આ વસ્તુઓને તમે ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં રાખી શકો છો.

ગોમતી ચક્ર- સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ માટે તમે ધનતેરસના દિવસે 11 ગોમતી ચક્ર ખરીદી શકો છો. ધનતેરસના દિવસે ગોમતી ચક્રને પીળા કપડામાં બાંધીને તમારી તિજોરી અથવા લોકરમાં રાખો.

વાસણ- ધનતેરસના દિવસે વાસણો ખરીદવાની પણ પરંપરા છે, પરંતુ મોટાભાગના લોકોને ખબર નથી હોતી કે કયા ધાતુના વાસણો ખરીદવા જોઈએ. જો તમને શંકા હોય તો પિત્તળના વાસણો ખરીદો અને તેને તમારા ઘરની પૂર્વ દિશામાં રાખો.

સોનાના સિક્કા- ધનતેરસના દિવસે સોનાનો સિક્કો ખરીદો જેના પર માં લક્ષ્‍મીનું ચિત્ર અંકિત હોય. જો તમે સોનાનો સિક્કો ખરીદી શકતા નથી, તો તમે માં લક્ષ્‍મીના પ્રતિમાની પૂજા પણ કરી શકો છો.

ચાંદીના સિક્કા- જો તમે સોનાના સિક્કા ખરીદી શકતા નથી તો ચાંદીના સિક્કાથી પણ માં લક્ષ્‍મીના આશીર્વાદ મળી જશે. કોઈને ભેટ આપવા માટે ચાંદીના સિક્કા પણ સારો વિકલ્પ છે.

નોંધ- આ લેખ ફક્ત વાંચકોના રસને ધ્યાનમાં રાખીને શેર કરવામાં આવ્યો છે, તેના સત્ય હોવાની અમે ખાતરી આપતા નથી.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles