દરરોજ એક જ પોઝિશનમાં બેસી રહેવું સ્વાસ્થ્ય માટે ખતરનાક છે.ઓફિસોનાં કામ કરતા કર્મચારીઓએ ૮ થી ૯ કલાક એક જ સ્થળે સતત બેસી રહેવું પડે છે. ત્યાર બાદ રાત્રે ૭ થી ૮ કલાકની ઉંઘ લે છે. આ પ્રકારની રોજની સ્થિતિ સિગારેટના વ્યસન કરતા પણ વધુ નુકસાન કરે છે. સતત બેસવાની સ્થિતિ ટાળવા માટે કેટલીક કંપનીઓમાં ઉભા રહીને કાર્ય કરવાની કે ઉંચા ડેસ્ક તૈયાર કરવાની પરંપરા ઉભી કરી છે.

આ ઉપરાંત વોક મીટિંગનું મહત્વ પણ વધી ગયું છે. કેટલીક કંપનીઓ બોડી ચૂસ્ત રહે તે માટે હેલ્થ ઇકવિપમેન્ટ પણ આપે છે. કેટલીક કંપનીઓમાં બોડી ફિટેનસ પર ખૂબડ ભાર મુકવામાં આવે છે પરંતુ આજની ડિજીટલ સુવિધાઓએ જીવન બેઠાડું બનાવી દીધું છે. નવી પેઢીમાં વધતી જતી આળસથી વડિલો પણ પરેશાન જોવા મળે છે.
થોેડાક વર્ષ પહેલા અમેરિકાની જર્નલ સરકયુકેશનમાં એક સ્ટડી પ્રકાશિત થયો હતો.ડિજિટલ ટેકનોલોજીના સમયમાં નવી પેઢીને બેસી રહેવાની વધુને વધુ આ આદત પડી હોવા બાબતે ધ્યાન દોરવામાં આવ્યું હતું. વધુ સમય બેસી રહેવાથી બોડીમાં શીથિલતા આવી જાય છે. લોકો કલાકો સુધી ટીવી જોવાની પણ ટેવ ધરાવે છે. આમ આ રીતે સતત બેસી રહેવાથી શરીરનું મેટાબોલિઝમ ખોરવાય છે.પાચનની પ્રકિયા ધીમી થઇ જાય છે. જેનાથી કોલેસ્ટેલનું પ્રમાણ પણ વધે છે. ઓફિસોમાં કામ કરતા લોકો ભલે કલાકો સુધી બેસી રહેતા હોય પરંતુ માણસનું શરીર બેસી રહેવા માટે બન્યું નથી. ખાસ કરીને કમ્પ્યુટર પર કામ કરતા લોકોની સ્થિતિ અત્યંત નાજૂક હોય છે. પરીશ્રમ અને અનિયમિતતાના અભાવે હ્વદયરોગનું જોખમ ૮ ટકા અને ડાયાબિટીસની શકયતા ૭ ટકા જેટલી વધે છે. આ પ્રકારની જીવનશૈલી વ્યસન ના હોયતો પણ જોખમી છે. (ફોટા -પ્રતિકાત્મક)