તહેવારોની સીઝનમાં સાયબર ઠગ સક્રિય થઈ ગયા છે. અલગ-અલગ રીત અપનાવી લોકોના ખાતાને ખાલી કરી રહ્યા છે. મોબાઇલ ગિફ્ટ વાઉચર લિંક મોકલી, એટીએમ-ડેબિટ કાર્ડની ડીટેલ જાણી, રેશન કાર્ડમાં નામ ઉમેરવા અને અન્ય રીતે લોકોના અકાઉન્ટમાંથી સાયબર ઠગ રૂપિયા ઉપાડી રહ્યા છે. ઘણી વખત ઓછા રૂપિયાની છેતરપિંડી થતા લોકો પોલીસ સ્ટેશન પણ નથી જતા અને અકાઉન્ટને બ્લોક કરાવી સંતોષ માની લે છે.

આવી રીતે કરે છે છેતરપિંડી
સૌથી પહેલા સાયબર ગુનેગારો લોકોને એક લોટરી નિકળવા અથવા કોઈ મોટી વસ્તુ પર છૂટ મળવા સંબંધિત લિંક વોટ્સએપ અથવા ટેક્સ્ટ મેસેજ દ્વારા મોકલે છે. મોટાભાગના લોકો લિંકને ટચ કરે છે, જેથી આ જાણકારીને જોઈ શકે. લિંક પર ક્લિક કરતા જ ગૂગલ પે અથવા ફોન પે દ્વારા તમારા રૂપિયા કપાઈ જાય છે.
સાવધાન રહો
- મોબાઇલ પર અજાણી વ્યક્તિ અકાઉન્ટ સંબંધિત જાણકારી માંગો અલર્ટ થઈ જાવ, બેંક ક્યારેય પણ અકાઉન્ટ અથવા એટીએમ-ડેબિટ કાર્ડની ડિટેલ નથી માંગતી.
- કોઈના કહેવા પર એની ડેસ્ક એપ લોડ ન કરો, અજાણી લિંક પર ક્લિક કરવાથી બચો
- જો કોઈ વ્યક્તિ બેંક અધિકારી બની તમારા ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડની ડિટેલ માંગે તો સતર્ક થઈ જાવ

શું કહે છે એક્સપર્ટ
સાયબર ગુનાઓ સામેની ટ્રેનિંગ લઇ ચુકેલા ઇન્સ્પેક્ટર મુકેશ કુમાર વર્માએ જણાવ્યું કે ગુનેગારો દર થોડા દિવસે સાયબર ક્રાઈમનો ટ્રેન્ડ બદલી નાખે છે. કોઈના કહેવા પર એની ડેસ્ક, ટીમ વ્યૂઅર અથવા કોઈપણ અન્ય એપ્લિકેશનને ક્યારેય ડાઉનલોડ કરશો નહીં. આમ કરવાથી ગુનેગાર તમારી સિસ્ટમ અથવા મોબાઇલ સુધી પહોંચે છે. જ્યારે ગુનેગારો અલગ-અલગ ટૂલ્સ દ્વારા લોકોને લિંક્સ મોકલે છે. લોકો તે લિંક પર ક્લિક કરતાની સાથે જ તેમને કેટલીક માહિતી આપવી પડે છે અથવા કોઈ માહિતી આપ્યા વિના ખાતું ખાલી થઈ જાય છે.