90% હોટેલમાં ગુજરાતીઓનું બુકિંગ
50,000 સહેલાણીઓ ઊમટ્યા
રૂ.15 હજાર સુધીના ભાડા ચૂકવી ગુજરાતીઓએ હોટેલમાં રૂમ બુક કરાવી દીધા
છેલ્લાં બે વર્ષ દરમ્યાન કોરોના મહામારીના લીધે સહેલાણીઓ વિના સૂના બનેલા માઉન્ટ આબુમાં આ વખતે દિવાળીના અગાઉથી રૂમ બુકિંગ કરી દેવાયા છે.
આથી મોટાભાગની હોટલોમાં હાઉસફૂલના બોર્ડ લાગી જતા હોટેલ સંચાલકો પણ હવે લાભપાંચમ પછીનું બુકિંગ થઇ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
રાજસ્થાનના એકમાત્ર હિલસ્ટેશન માઉન્ટ આબુમાં 200થી વધુ હોટેલ, રિસોર્ટ આવેલી છે. જેમાંથી મોટાભાગની હોટેલના બુકિંગ થઇ ગયા છે. આમ ગેસ્ટહાઉસથી લઇ હાઇકલાસ હોટેલ સુધીના રૂ.2000 થી 15000 ભાડું આપી લોકોએ બુક કરાવી રહ્યા છે. દિવાળીની વાત કરીએ તો માઉન્ટના હિલવાળા રસ્તા પર વાહનોની હારમાળા સર્જાઇ જશે. આથી આ દિવસો દરમ્યાન જાણકારો એક મહિલા પહેલાંથી જ હોટેલનું બુકિંગ કરાવી દે છે. જે રૂમના સામાન્ય દિવસોમાં રૂપિયા 2000 થી 3000 ચાર્જીસ હોય છે તેના ભાઇબીજથી પાંચ સુધીમાં 5000 કરતાં પણ વધુ લેવાય છે. જ્યારે વી.આઇ.પી. સવલતવાળા રિસોર્ટ અને હોટેલના ભાવ સામાન્ય દિવસોમાં રૂ.5000 થી 10,000 વચ્ચે હોય તેના રૂ.15,000 બોલાય છે.
ગુજરાતભરમાંથી એક જ દિવસમાં 50,000થી વધુ સહેલાણીઓ ઊમટી પડ્યા છે. વેકેશનમાં આ આંકડો એક લાખ પાર થવાની શકયતા નકારી શકાય નહીં.
માઉન્ટઆબુ ખાતે દિવાળી પર્વ દરમ્યાન ભાઇબીજથી લાભપાંચ સુધીના દિવસ દરમ્યાન માઉન્ડ આબુની 210થી વધુ હોટેલમાં બુકિંગ હાઉસફુલ થઇ ગયું છે. હોટેલોના ભાવ બે થી ત્રણ ઘણા વધી ગયાનું જણાય છે.