fbpx
Saturday, April 20, 2024

વાઇરલ વિડીયો / ફક્ત 15 સેક્ન્ડમાં જ કેવીરીતે મળે છે ‘કર્મોની સજા’, વિડીયો જોઈ લોકો બોલ્યા જેસી કરની વૈસી ભરની.

માત્ર માણસો જ નહીં પરંતુ પ્રાણીઓ પણ બદલો લેવાનું જાણે છે. જ્યારે પણ કોઈ તેમને હેરાન કરે છે, ત્યારે તેઓ ગુસ્સે પણ થાય છે. ક્યારેક તેઓ પોતે બદલો ન લઈ શકતા હોય તો તેમના સાથીઓ બદલો લે છે. ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં પણ કંઈક આવુ જ જોવા મળે છે.

આ વીડિયો જોયા પછી લોકો કહી રહ્યા છે કે કર્મોનું ફળ ચોક્કસ મળે છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ કૂતરાના કાન અને ગળાને પકડીને પોતાની તરફ ખેંચે છે, તે પોતાની મજા માટે કૂતરાને હેરાન કરે છે અને કૂતરો દર્દથી ચીસો પાડવા લાગે છે. ત્યારે અચાનક એક ગાય તેની મદદ કરવા ત્યાં પહોંચે છે. પહેલા તે કૂતરાને સાઈડ કરે છે અને પછી આ વ્યક્તિને એવો પાઠ ભણાવે છે કે હવે તે કોઈને પણ હેરાન કરતા પહેલા સો વખત વિચાર કરશે.

જુઓ વીડિયો

વાયરલ થઈ રહેલા આ વીડિયોને IFS ઓફિસર સુશાંત નંદાએ શેર કર્યો છે. જેને અત્યાર સુધીમાં 1.5 લાખથી વધુ વ્યુઝ મળી ચૂક્યા છે. યુઝર્સ આ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, તેને ઈન્સ્ટન્ટ રિઝલ્ટ કહેવાય. આવા લોકો સાથે આવું જ હોવું જોઈએ.! જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ગાયે ખુબ સારૂ કામ કર્યુ, આવા લોકો તો જ સુધરશે. આ સિવાય અન્ય ઘણા યુઝર્સે આ વીડિયો પર રમુજી પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles