fbpx
Saturday, April 20, 2024

બિઝનેસ / અંબાણીના JIO ને ટક્કર આપવા તૈયાર દુનિયાનો સૌથી અમીર વ્યક્તિ, ભારત માટે કર્યું આ કામ

  • SpaceXએ ભારતમાં બ્રાડબેન્ડ ઓપરેશન્સ માટે બનાવી કંપની
  • ડિસેમ્બર 2022થી બ્રોડબેન્ડ સર્વિસ શરૂ કરવાની યોજના
  • સ્ટારલિંકનું જોર ગ્રામીણ વિસ્તારમાં બ્રોડબેન્ડ સેવાઓ વધારવા પર

દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કની કંપની સ્પેસએક્સ ભારતના બ્રોડબેન્ડમાં તહેલકો મચાવવા માટે તૈયાર છે.

સ્પેસએક્સે ભારતમાં બ્રોડબેન્ડ ઓપરેશન્સ શરૂ કરવા માટે કંપની બનાવી છે. સ્પેસએક્સના સેટેલાઈટ બ્રોડબેન્ડ આર્મ સ્ટરલિંકની 2 લાખ એક્ટિવ ટર્મિનલ્સની સાથે ડિસેમ્બર 2022થી ભારતમાં બ્રોડબેન્ડ સર્વિસ શરૂ કરવાની યોજના છે. જોકે સરકારે હજુ પણ તેના માટે કંપનીને પરવાનગી નથી આપી.

સ્પેસએક્સમાં સ્ટાલિંકે ભારતમાં ડાયરેક્ટ સંજય ભાર્ગલના એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે સ્પેસએક્સની હવે ભારતમાં સો ટકા સ્વામિત્વ વાળી કંપની હયાત છે. તેમનું નામ એસએસસીપીએલ-સ્ટારલિંક સેટેલાઈટ કમ્યુનિકેશન્સ પ્રાઈવેટ લિમિટેડ છે. તેનું ગઠન 1 નવેમ્બર, 2021એ થયું હતું. હવે આપણે લાયસન્સ માટે અરજી કરી શકીએ છીએ અને બેન્ક એકાઉન્ટ ખોલાવી શકીએ છીએ.

શું છે પ્લાનિંગ
સૂત્રોના જણાવ્યા અનુસાર કંપની દેશના 12 અતિ પછાત જિલ્લાઓમાં પાયલટ સેટેલાઈટ બેસ્ડ બ્રોડબેન્ડ સર્વિસ શરૂ કરવાની યોજનામાં છે. સાથે જ કંપની દેશની 100 સ્કૂલોમાં બ્રોડબેન્ડ કનેક્ટિવિટી માટે નીતિ આયોદની સાથે મિળીને કામ કરી રહી છે. તેમાંથી 20 સ્કૂલ દિલ્હીમાં હશે. સ્ટારલિંકનો જોર ગ્રામીણ વિસ્તારમાં બ્રોડબેન્ડ સેવાઓ વધારવા પર છે. કનેક્શન માટે પ્રી-બુકિંગ શરૂ થઈ ગઈ છે. સ્ટારલિંક ઈન્ટરનેટ માટે પ્રી-બુકિંગ હાલ દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, હૈદરાબાદ અને બેંગ્લોર માટે થઈ રહી છે.

સ્ટારલિંકનો દાવો છે કે તેને ભારતમાં 5,000થી વધુ-પ્રી ઓર્ડર મળી ચુક્યા છે. કંપની તેના માટે કસ્ટમર પાસેથી 99 ડોલર એટલે કે 7,350 રૂપિયા લઈ રહી છે જે સંપૂર્ણ રીતે રિફન્ડેબલ છે. કંપનીનો દાવો છે કે તે બીટા સ્ટેજમાં 50થી 150 Mbpsની સ્પીડ આપશે. ટેસ્ટિંગ પુરી થયા બાદ 300 Mbps સુધીની સ્પીડ આપવામાં આવશે. મસ્કે એવું પણ કહ્યું છે કે Starlink દ્વારા આખી દુનિયામાં ઈન્ટરનેટ આપવાની પ્લેનિંગ છે.

અંબાણી સાથે ટક્કર
ભારતમાં મસ્કની કંપનીનો મુકાબલો મુકેશ અંબાણીની રિલાયન્સ જીયો, ભારતીય એરટેલ અને વોડાફોન આઈડિયાથી થશે. સાથે જ ભારતીય ગ્રુપના રોકાણ વાળી વનવેબથી તેની સુધી ટક્કર હશે. રિલાયન્સ જીયો 5જી લોન્ચ કરવાની તૈયારીમાં છે. ભારતમાં અત્યાર સુધી 65 કરોડ ઈન્ટરનેટ ઉપયોગકર્તા છે જે સરેરાશ 12 GB ડેટા પ્રતિમાહ ઉપયોગ કરે છે. જીયોએ સસ્તી કિંમતો પર ડેટા અને સેવાઓ પ્રદાન કરીને બજારના આકારને વધાર્યો છે. હવે સ્ટારલિંકની આગળથી એક વખત ફરી બજારમાં તહેલકો મચી શકે છે.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles