fbpx
Friday, March 29, 2024

કેળાંને લઇને આ પાકિસ્તાનીએ આપ્યુ ગજબનું જ્ઞાન, ટીવી શો દરમિયાન હસી હસીને મહિલા એન્કરના હાલ થયા ખરાબ

કેળા સૌથી વધુ ઉર્જા આપતું ફળ છે. ખાસ વાત એ છે કે કેળા અન્ય ફળો કરતા સસ્તા હોય છે, કેળામાં મળતા વિટામિન, પ્રોટીન અને અન્ય પોષક તત્વો સ્વસ્થ શરીર માટે ખૂબ જ જરૂરી છે, પરંતુ આ ફળ પ્રત્યે પાકિસ્તાનના લોકોનું વલણ સાવ અલગ છે. આ અંગેનો પાકિસ્તાનનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ જોઈને તમે પણ તમારું હાસ્ય રોકી નહીં શકો.

આપણે બધા જાણીએ છીએ કે ત્યાં એવા નિષ્ણાંતો બેઠા છે કે ત્યાંની ન્યૂઝ ચેનલો પર અવારનવાર અજીબોગરીબ વાતો થતી રહે છે.

હવે હાલમાં પાકિસ્તાની ટીવી પર કેળા વિશે જ્ઞાન વહેંચવામાં આવી રહ્યું છે. જેને સાંભળ્યા પછી તમે પણ કહેશો કોણ છે આ લોકો? તેઓ ક્યાંથી આવે છે?

હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેને પાકિસ્તાની પત્રકાર નાયલા ઇનાયતે શેર કર્યો છે. આ સ્ટોરી લખાયા સુધી વીડિયોને ચાર લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ સાથે વ્યક્તિના જ્ઞાન પર લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

સોશિયલ મીડિયા યુઝર્સ આ ફની વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું, ‘અંકલ’ બરાબર સમજાવી રહ્યા હતા, પરંતુ એન્કરે તેને ખોટા રસ્તે ચઢાવી દીધા.’ અન્ય એક યુઝરે આ એન્કરને ‘અનપ્રોફેશનલ’ ગણાવી હતી.આ સિવાય અન્ય ઘણા યુઝર્સે આ વીડિયો પર ફની કમેન્ટ્સ કરી હતી.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles