fbpx
Saturday, April 20, 2024

હરિયાણાના એક ગામમાં લોકો ઘરના નામ દીકરીઓ અને વહુઓના નામ પરથી રાખે છે

હરિયાણાના હિસ્સાર જિલ્લાના મય્યર ગામના લોકો સ્વેચ્છાએ પૈતૃક પદ્ધતિની વિરુદ્ધ જઈ પોતાના ઘરના નામ ઘરની દીકરીઓ અથવા વહુઓના નામે રાખે છે . તેમના નામની તકતીઓ ઘરની બહાર લગાવે છે 

હિસ્સાર શહેરની હદમાં આવેલા આ ગામમાં 1 , 500 ઘર છે અને કુલ 7 , 000ની વસ્તી છે . દરેક ઘર પરિવારની કોઈ મહિલાના નામે જ ઓળખાય છે . ગામના લોકોએ આ પરંપરા બીબીપુર ગામના પૂર્વ સરપંચ સુનીલ જગલાનના લાડો સ્વાભિમાન ઉત્સવથી ચાલુ કરી હતી . સુનીલ જગલાન કહે છે કે તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સ્વામિત્ત્વ યોજનામાંથી પ્રેરણા મળી હતી . 

આ યોજનાએ ગામના લોકોને પોતાના ઘર પોતાના નામે કરાવવાની સરળ સગવડ કર આપી હતી . એ સાથે જ સેલ્ફી વિથ ડોટર નામનું બીજું અભિયાન પણ વડા પ્રધાને ચાલુ કર્યું હતું . જેમાં મહિલા સશક્તીકરણ કરવામાં આવતું હતું . બંને અભિયાનનો સરવાળો કરી મય્યર ગામના લોકોએ ઘરના નામ દીકરીઓ અને વહુઓના નામે રાખવાની પ્રણાલી ચાલુ કરી હતી . 

મય્યર ગામની આ પહેલ પછી આસપાસના 10 ગામોએ પણ આ પરંપરા અપનાવી લીધી છે . આજે બધું મળીને 17 , 000 ગામોમાં દીકરીઓ અને વહુઓના નામની તકતીઓ ઘરની બહાર લાગેલી છે . ગામની મહિલાઓ કહે છે કે સદીઓ પછી આ પહેલો સકારાત્મક સુધારો જોઈ એમને અપાર આનંદ થાય છે .

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles