fbpx
Friday, December 1, 2023

કપાસની માંગ વધતા ખેડૂતો ખુશ, મણ દીઠ કપાસના ભાવ પહોંચ્યા 1800-1900 ની સપાટીએ

બજારમાં કપાસની ઘણી માંગ છે જેના કારણે વેપારીઓ ખેડૂત પાસેથી મોટા પાયે કપાસની ખરીદી કરી રહ્યા છે. ભારે માંગના કારણે ખેડૂતોને દિવાળી પર ઊંચા ભાવની ભેટ મળી છે.

અનુમાન છે કે આગામી થોડા દિવસોમાં કપાસનો ભાવ દસ હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી પહોંચી શકે છે.ઓછું ઉત્પાદન અને વધતી માંગ વચ્ચે કપાસની ખરીદી માટે વે

પારીઓ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યાં હોય તેવો આ પ્રથમ વાર છે.

નિરીક્ષકો કહે છે કે આ એક નવો ટ્રેન્ડ છે કે વેપારીઓ ખેડૂત પાસેથી કપાસ ખરીદવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે.

તેઓનું માનવું છે કે આ એક સારી શરૂઆત છે. ખેડૂતોને તેનો ફાયદો મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કપાસની સારી માંગ છે પરંતુ આ વખતે ઉત્પાદન અપેક્ષા મુજબ થયું નથી.

કપાસના વેપારીઓ કપાસ ખરીદવા માટે એકબીજાની વચ્ચે હરીફાઈ કરી રહ્યા છે. જેનો લાભ ખેડૂતોને મળી રહ્યો છે. ઓછી ઉપજ ને કારણે વેપારીઓ ખેડૂતોને સારા ભાવ આપી રહ્યા છે.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles