ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની એક સારો પ્લેયર હોવાની સાથે સાથે બજારમાં રાજા બનતો જઇ રહ્યો છે. રાજધાની રાંચીના બજારોમાં પોતાના ફાર્મિંગનો કમાલ દેખાડ્યા પછી હવે ધોની ગાય પાલનમાં પણ આગળ પડતો જોવા મળી રહ્યો છે. ધોનીના શેમ્બો ફાર્મ હાઉસમાં હાલમાં ઘણાં પ્રકારની નસ્લની 150થી વધુ ગાયો છે. ફાર્મ હાઉસથી રોજ રાંચીના બજારોમાં 500 લીટર દૂધ પહોંચી રહ્યું છે.
જે તેમના આઉટલેટ પર વેચવામાં આવી રહ્યું છે.
જોકે કોરોના સંક્રમણના કારણે દૂધની મોટાભાગે હોમ ડિલિવરી કરવામાં આવી રહી છે. પણ છતાં લોકો મોર્નિંગ વોક દરમિયાન આઉટલેટ પર દૂધ ખરીદવા પહોંચે છે.

આઉટલેટનું સંચાલન કરનાર શિવનંદન જણાવે છે કે રોજ ઈજા ફાર્મ હાઉસથી 500 લીટરથી વધારે દૂધ રાંચીની 3 આઉટલેટ પર પહોંચી રહ્યું છે. કોરોના સંક્રમણને ધ્યાનમાં લેતા મોટા ભાગે હોમ ડિલિવરી કરવામાં આવી રહી છે. છતાં આઉટલેટ પર અમુક લોકો આવે છે. શિવનંદન અનુસાર ઈજા ફાર્મ હાઉસના દૂધની ગુણવત્તા ખૂબ જ સારી હોય છે. તેમાં શુદ્ધતાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. જેથી ગ્રાહકને કોઇપણ રીતની ફરિયાદ ન આવે.
ધોનીના આઉટલેટ પર હાલમાં 3 રીતનું દૂધ વેચવામાં આવે છે. જેમાં હોઝન ફ્રીઝનનું દૂધ 55 રૂપિયા પ્રતિ લીટર, સાહિવાલ નસ્લની ગાયનું દૂધ 90 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ગુજરાતની ગીર ગાયના દૂધની કિંમત 130 રૂપિયા પ્રતિ લીટરે વેચાઇ રહ્યું છે. તેમાં ગુજરાતના સ્વર્ણગિર નસ્લની ગાયનું દૂધ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ પૌષ્ટિક અને હાઇજેનિક માનવામાં આવે છે. આ દૂધ જોવામાં હળવું ક્રીમ રંગનું હોય છે. સંક્રમણને જોતા હાલના દિવસોમાં બોટલમાં બંધ કરીને દૂધની હોમ ડિલિવરી કરવામાં આવી રહી છે.

ઈજા ફાર્મ હાઉસના દૂધના નિયમિત ગ્રાહક ડૉ. જિતેન્દ્ર કુમાર અનુસાર ધોનીના ફાર્મનાં દૂધની કોઇ સરખામણી નથી. આ દૂધમા ભેળસેળની કોઇ સંભાવના જ નથી. ગુજરાતના સ્વર્ણગિર ગાયનું દૂધ ડૉક્ટર ખરીદે છે. 130 રૂપિયે લીટરનું આ દૂધ પૌષ્ટિક અને ફાયદાકારક છે. જેમાં પ્રતિરોધક ક્ષમતા વધારે હોય છે. જેની કોરોનાકાળમાં સૌથી વધારે જરૂર હોય છે.
અન્ય એક ગ્રાહ સુપ્રિયો મુખર્જી અનુસાર આઉટલેથી દૂધ ખરીદવા માટે ધોનીનો વિશ્વાસ જ પૂરતો છે. ધોનીએ ખેતીની સાથે સાથે ગાય પાલનમાં પણ પોતાને સાબિત કરી દેખાડ્યો છે. પાછલા ઘણાં મહિનાઓથી સાહિવાલ નસ્લની ગાયનું દૂધ ખરીદી રહ્યો છું. આજ દિન સુધી દૂધની કોઇ ફરિયાદ કરી નથી.