fbpx
Saturday, April 1, 2023

નિર્ણય / શિક્ષણમંત્રી જીતુ વાઘાણીની મોટી જાહેરાત, દિવાળી બાદ શાળાના આ વર્ગો શરૂ કરવાની તૈયારી

- Advertisement -
  • દિવાળી બાદ શરૂ થઈ શકે પ્રાથમિક શાળાઓ
  • સરકાર તમામ તૈયારીઓ પૂર્ણ કરીઃ વાઘાણી
  • કમિટીના નિર્ણય બાદ બેઠક કરી નિર્ણય કરાશે
- Advertisement -
- Advertisement -
- Advertisement -

દિવાળી વેકેશન બાદ પ્રાથમિક શાળાઓ શરૂ થઈ શકે છે કેમ કે આજે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ શાળાઓ શરૂ કરવાને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે.

કોરોના કાળમાં તમામ શાળા બંધ રાખવાના શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો જે બાદ સંક્રમણ ઓછુ થતા રાબેતા મુજબ કેટલાક વર્ગો ફરી શરૂ કરવામાં આવ્યા હતા. જોકે હજુ સુધી શાળાઓમાં 1થી5ના વર્ગો શરૂ કરવામાં આવ્યા નથી ત્યારે રાજ્યમાં પ્રાથમિક શાળાઓ શરૂ કરવા અંગે શિક્ષણમંત્રીનું નિવેદન સામે આવ્યું છે.

કમિટીના નિર્ણય બાદ બેઠક કરી નિર્ણય કરાશે

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું છે કે રાજ્યમાં પ્રાથમિક શાળા શરૂ કરવા અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે, કમિટીના નિર્ણય બાદ વિશેષજ્ઞો સાથે બેઠક કરીને શાળાઓ ફરી શરુ કરવી કે નહીં તેનો નિર્ણય લેવામાં આવશે, કોરોનાની અસર ઓછી થાય એટલે બંધ શાળા ફરી શરુ કરવાનો નિર્ણય કરાશે તેવું જીતુ વાઘાણીએ જણાવ્યું છે. હાલ રાજ્યની તમામ શાળાઓમાં દિવાળી વેકેશન ચાલી રહ્યું છે ત્યારે દિવાળી બાદ પ્રાથમિક શાળાઓને શરૂ કરવા અંગેનો નિર્ણય લેવાય શકે છે.

- Advertisement -

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles