fbpx
Thursday, March 28, 2024

જો યુપીમાં ભાજપ હારી જાય તો પેટ્રોલનો ભાવ રૂા.50 થઇ જાય

– ભાવ ઘટાડો થતા લોકોએ સોશિયલ મિડિયામાં સરકારની ફિરકી ઉતારી

– સરકાર ઇચ્છે તો પ્રજાને તારી શકે છે તેનુ આ ઉદાહરણ પ્રજા પાસેથી કરોડો લૂંટ્યા, હવે સરકારની દિવાળી ગિફ્ટ

– હિમાચલ,મહારાષ્ટ્ર, દાદરા નગરહવેલી,પં-બંગાળના મતદારોનો આભાર,7 સીટ જીત્યા એનું દિવાળી બોનસ

અમદાવાદ : કેન્દ્ર સરકારે ટેક્સ ઘટાડતાં પેટ્રોલ-ડિઝલમાં ભાવમાં ઘટાયો થયો છે.

જોકે, આ ભાવ ઘટાડાને લઇને લોકો સોશિયલ મિડીયામાં કોમેન્ટો કરી ભાજપ સરકારની ફિરકી ઉતારી રહ્યા છે. લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપની હાર થતાં કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડિઝલનો ભાવ ઘટાડો કર્યો હોવાનો લોકો મત વ્યક્ત કરી રહ્યા છે. સોશિયલ મિડીયામાં તો એવી કોમેન્ટો થવા માંડી છેકે, જો ઉત્તરપ્રદેશમાં ભાજપ હારી જાય તો પેટ્રોલનો લિટરનો ભાવ રૂા.૫૦ થઇ જાય… પેટ્રોલ-ડિઝલનો ભાવ ઘટતાં ભાજપ સમર્થકો વાહવાહી લૂંટી રહયાં છે તો,બીજી તરફ સોશિયલ મિડીયામાં લોકો કોમેન્ટ કરીન ભાજપની ઠેકડી ઉડાડી રહ્યાં છે. લોકોનું કહેવુ છેકે, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, દાદરા નગર હવેલી, પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ભાજપને હારનો સામનો કરવો પડયો છે. આગામી ચૂંટણીમાં પ્રજાના રોષનો ભોગ બનવુ ન પડે તે માટે કેન્દ્ર સરકારે અગમચેતીના ભાગરુપે જ પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટાડી દીધા છે.

સોશિયલ મિડિયામાં લોકો આવી કોમેન્ટો કરી રહ્યા છે

– હિમાચલ પ્રદેશ, દાદરા નગર હવેલી, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળના મતદારો નો ખૂબ ખૂબ આભાર

– ટેક્સજીવી કેન્દ્ર સરકારને મતથી મતદારોએ સબક શિખવાડયો છે તે બદલ આભાર

– શાણા મતદારો આવુ કરશે તો જ સરકારની આંખ ઉઘડશે નહીતર મોંઘવારીની કોઇને પડી નથી

– પેટ્રોલ-ડિઝલ સસ્તા થયાં તે પાછળનું કારણ હાર કા ડર

– સરકાર ઇચ્છે તો પ્રજાને તારી શકે છે, અને ઇચ્છે તો ડુબાડી શકે છે તેનુ આ ઉદાહરણ છે

– કાયમી ભાવવધારો થાય તો વાંધો નહીં, સાત રૂપિયા ઘડયાં એમાં બૂમાબૂમ કરી મૂકી

– આ ચૂંટણીલક્ષી નાટક છે, પછી બધુ ય રાબેતા મુજબ થઇ જશે

– પ્રજા પાસેથી કરોડો રૂપિયા લૂંટી લીધાં, હવે સરકારની દિવાળી ગિફ્ટ…..

– સાત સીટ જીત્યા એનુ દિવાળી બોનસ આપ્યું….

– વોટની ચોટથી મતદારોએ ભાજપને સત્યનો અરીસો દેખાડી દીધો

– જીએસટી લાગુ કરી પેટ્રોલ – ડિઝલ હજુ સસ્તુ કરો

– જો ભાજપ પેટાચૂંટણી હારીને ભાવઘટાડો થયો , હજુ વધુ હારે તો પેટ્રોલ-ડિઝલ કેટલાં સસ્તા થાય..

– હવે ભાજપ સરકારના પગ નીચે રેલો આવ્યો છે….

– આ ભાવ ઘટાડો નથી, ૨૦૧૪માં ભાવ હતાં તે ભાવ કરો તો જ ખરાં…

– અધધધ ભાવ વધારો કરીને રૂા.૫-૭ ઘટાડો કરો એ ઘટાડો નહીં, પ્રજાને મૂર્ખ બનાવવાનો ધંધો છે

– પેટ્રોલ-ડીઝલના ભાવ તો તેલ કંપનીઓ જ વધારે છે,પણ ઘટાડો સરકાર જ કરે છે ( હારે તો )

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles