fbpx
Thursday, April 25, 2024

મોદીના આર્મી યુનિફોર્મ પહેરવા પર દિગ્વિજયસિંહે ઉઠાવ્યા સવાલ, કહ્યુ ફરી ચૂંટાશે તો બદલી નાખશે બંધારણ

દિગ્વિજય સિંહે આર્મી યુનિફોર્મ પહેરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે ટ્વીટ કર્યું કે આ માત્ર શરૂઆત છે, પરંતુ જ્યારે પીએમ મોદી પોતાને દેશના કાયમી વડા તરીકે જાહેર કરશે તો પણ તેમને આશ્ચર્ય નહી થાય. દિગ્વિજય સિંહે પોતાના ટ્વીટમાં યશવંત સિંહાના એક ટ્વિટ પર પ્રતિક્રિયા આપતા લખ્યું કે, ‘આ તો હજુ માત્ર શરૂઆત છે યશવંત સિંહા જી.

હિટલર પ્રથમ વિશ્વયુદ્ધમાં કોર્પોરલ હતો અને તેણે પોતાને જર્મન આર્મીના કમાન્ડર-ઇન-ચીફ જાહેર કર્યા હતા. જો મોદીજીને સંસદમાં બીજી મુદત મળે તો, તેઓ બંધારણમાં ફેરફાર કરે અને પોતાને કાયમી વડા તરીકે જાહેર કરે તો મને આશ્ચર્ય નહીં થાય!’

દિગ્વિજય સિંહનું ટ્વીટ

યશવંત સિન્હાએ ટ્વીટમાં લખ્યું હતુ કે લાલબહાદુર શાસ્ત્રી, ઈન્દિરાજી અને અટલજીએ સંપૂર્ણ સૈન્ય પોશાકમાં પાકિસ્તાન સામે ભારતની જીતની ઉજવણી કરી હોત તો કેટલું સારું હોત. આ જ મુદ્દા પર દિગ્વિજય સિંહની ટિપ્પણી પણ આવી હતી. જો કે આ પહેલા પણ એક ટ્વિટમાં કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે પીએમ નરેન્દ્ર મોદી પર તેમના ડ્રેસને લઈને નિશાન સાધ્યું હતું. જમ્મુ-કાશ્મીરમાં જવાનો સાથે દિવાળી મનાવવા પહોંચેલા પીએમ મોદીએ નૌશેરામાં સેનાનો યુનિફોર્મ પહેર્યો હતો. તેમના ડ્રેસ પર સવાલ ઉઠાવતા દિગ્વિજય સિંહે ટ્વીટ કર્યું, ‘શું કોઈ સિવિલિયન આર્મી ડ્રેસ પહેરી શકે છે ? શું જનરલ રાવત કે રક્ષા મંત્રી આ અંગે કોઈ સ્પષ્ટતા કરી શકશે ?

ભારતે બદલાતી દુનિયા સાથે બદલાવ લાવવો પડશે.
કોંગ્રેસ નેતાએ તે મુદ્દાને પણ ટાંક્યો જેમાં પીએમ મોદીએ કહ્યું હતું કે પહેલા ભારતમાં શસ્ત્રો લાવવામાં વર્ષો લાગતા હતા, પરંતુ હવે દેશનુ સંપૂર્ણ ધ્યાન આત્મનિર્ભર ભારત પર છે. વાસ્તવમાં, દિવાળીના અવસર પર પીએમ મોદીએ સૈનિકોની વચ્ચે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે ભારતે બદલાતી દુનિયા અને યુદ્ધની બદલાતી પદ્ધતિઓ અનુસાર પોતાની સૈન્ય ક્ષમતા વિકસાવવી પડશે. તેમણે કહ્યું હતું કે કનેક્ટિવિટી વધારવા અને સૈનિકોની તૈનાતી માટે આધુનિક બોર્ડર ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles