fbpx
Thursday, April 25, 2024

130 વર્ષ જૂની બજરંગબલીની આ મૂર્તિને 3 JCB પણ ના હલાવી શકી

બજરંગબલીની મહિમા અપરંપાર છે. તેની જ ઝલક યુપીના શાહજહાંપુરમાં સ્થિત હનુમાનજીના એક મંદિરમાં જોવા મળી છે. માન્યતા છે કે, 130 વર્ષ જુના આ મંદિરમાં હનુમાનજીનો સાક્ષાત વાસ છે અને એટલે જ આ મંદિર તોડવાની આજ સુધી કોઈએ હિંમત નથી કરી. જેણે પણ અહીંની મૂર્તિ હટાવવાનો પ્રયત્ન કર્યો છે, તેણે તેના દુષ્પરિણામ ભોગવવા પડ્યા છે.

લોકોનું કહેવું છે કે, ભગવાન હનુમાનની મૂર્તિને હટાવવા માટે લાવવામાં આવેલી ભારે ભરખમ ક્રેન અને ઘણી મશીનરીની હાલક ખરાબ થઈ ચુકી છે.

તેને માટે ત્રણ દિવસ સુધી સતત કામ પણ ચાલ્યું, પરંતુ મૂર્તિને કોઈ એક ઈંચ પણ ખસેડી ના શક્યું. શાહજહાંપુરના નેશનલ હાઈવે-24 પર બનેલા આ પ્રાચીન મંદિરનું નામ કચિયાની ખેડા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, રસ્તો પહોળો કરવા માટે એક કંપનીએ મંદિર તોડવાનો પ્રયત્ન કર્યો. દરમિયાન બજરંગબલીની મૂર્તિ ખંડિત થઈ ગઈ, તેમ છતા મૂર્તિ ત્યાંથી જરા પણ ખસી નહીં.

માન્યતા છે કે, ભગવાનનો મૂર્તિમાં વાસ છે. તેમની ઈચ્છા વિના એક પાંદડું પણ હાલતું નથી અને તેથી જ પ્રતિમાને કોઈ હલાવી ના શક્યું. મૂર્તિને હટાવવા દરમિયાન કામ પર લગાવવામાં આવેલું JCB પણ ખરાબ થઈ ગયું હતું, સ્થઆનિક લોકોના જણાવ્યા અનુસાર, આ પહેલા પણ જ્યારે મૂર્તિને હટાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, ત્યારે મોટા-મોટા મશીનોએ અચાનક કામ કરવાનુ બંધ કરી દીધું હતું.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles