fbpx
Thursday, April 25, 2024

વિચિત્ર લવ સ્ટોરી/ મમ્મીએ લીધી હતી લોન, લોન આપનાર એજન્ટ દિકરીને લઈને ભાગી ગયો, હવે માંડશે ઘરસંસાર

બિહારની રાજધાની પટનામાં એક વિચિત્ર પ્રેમ કહાની સામે આવી છે. અહીં માતા પાસેથી લોન વસૂલવા આવેલ રિકવરી એજન્ટ પુત્રીને લઈને ભાગી ગયો હતો. હવે પોલીસ બંનેને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ છોકરો અને છોકરી ઝારખંડના હજારીબાગમાંથી ભાગીને પટનાના ફુલવારી શરીફ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા હતા.

પોલીસે બંનેની કસ્ટડીમાં પૂછપરછ કરી તો તેમની લવ સ્ટોરી સામે આવી. છોકરાએ પોલીસને જણાવ્યું કે તે એક ફાયનાન્સ કંપનીમાં રિકવરી એજન્ટ છે. તેણે યુવતીની માતાને તેની કંપનીમાંથી લોન આપી હતી. લોન વસૂલવા માટે તે અવારનવાર તેના ઘરે જતો હતો જ્યાં તે યુવતી સાથે સામસામે આવવાનું થતું હતું. થોડા દિવસો પછી, છોકરી અને તેને મિત્રતા થઈ. ત્યારબાદ બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા.

પછી એક દિવસ બંને ઘરેથી ભાગી ગયા. હજારીબાગથી આવ્યા બાદ તેઓ અહીં પટનામાં રહેવા લાગ્યા હતા. અહીં પાડોશીઓને બંને પર શંકા ગઈ. તેમણે પોલીસને જાણ કરતાં પોલીસે બંનેને કસ્ટડીમાં લઈ પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન સમગ્ર કિસ્સો બહાર આવ્યો હતો.

જાણવા મળ્યું હતું કે પરિવારના સભ્યો લાંબા સમયથી બંનેને શોધી રહ્યા હતા. છોકરા અને છોકરીએ જણાવ્યું કે તેમના પરિવારના સભ્યો તેમના લગ્નની વિરુદ્ધ છે. આ કારણોસર મારે ઘરેથી ભાગવું પડ્યું. હાલ પોલીસે બંનેના પરિવારજનોને જાણ કરી છે. પોલીસનું કહેવું છે કે જો બંનેના પરિવારજનો આવશે તો બધાને બેસીને વાત કરવામાં આવશે. બીજી તરફ, છોકરો અને છોકરી કહે છે કે બંને પુખ્ત છે, તેઓ એકબીજાને પ્રેમ કરે છે. તેમના લગ્નમાં કોઈએ અવરોધ ન કરવો જોઈએ.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles