fbpx
Saturday, April 20, 2024

ના હોય! / સાવધાન! દુનિયા માથે મંડરાઈ રહ્યો છે મોટો ખતરો, વૈજ્ઞાનિકોના સંશોધનમાં જુઓ શું થયો ખુલાસો

  • આ સદીના અંત સુધીમાં ધરતી પર આવશે ભયાનક આફતો
  • દુનિયાભરના વૈજ્ઞાનિકો આ બાબતે છે પરેશાન
  • 2100 સુધીમાં ધરતી પર થશે ભયાનક પરિવર્તનો

જગતભરના વૈજ્ઞાનિકો આ વાતને લઈને પરેશાન છે. વિજ્ઞાનની રીપોર્ટ પબ્લિશ કરવા વાળી દુનિયાની સૌથી મોટી મેગેઝીન Nature એ હાલમાં જ એક સર્વે કરાયો છે.

આ સર્વેમા સામાન્ય માણસોનો નથી. IPCC ના ક્લાઈમેટ રીપોર્ટ બનાનારા વૈજ્ઞાનિકોનો છે.

આ વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે જે રીતે ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યુ છે તેમ વિશ્વમાં ગરમીનુ પ્રમાણ પણ વધી રહ્યું છે. આ રીતે જ ચાલતુ રહ્યુ તો 2100 સુધીમાં ધરતી પર ભયાનક બદલાવો થશે અને તે કોઈ પ્રલયથી ઓછા નહીં હોય. IPCC ની ક્લાઈમેટ રીપોર્ટને દુનિયાના 234 વૈજ્ઞાનિકોએ મળીને તૈયાર કર્યો છે.

પાણીની પણ સર્જાશે અછત

તેમાંથી એક વૈજ્ઞાનિક અને કોલંબિયાના મેડેલિનમાં સ્થિત યુનિવર્સિટી ઓફ એન્ટીકોઈઆની રીર્સચર પાઓલા એરિયાસએ કહ્યુ તે જેટલી ઝડપથી દુનિયા બદલાઈ રહી છે એટલી જ ઝડપથી આપણી જરૂરિયાતો બદલાઈ રહી છે. સંસાધનોનો દુરઉપયોગ થઈ રહ્યો છે. પ્રદુષણ અને ગરમી પારાવાર વધી રહી છે.આમ ને આમ રહ્યુ તો જીવવુ મુશ્કેલ થઈ જશે. સતત બદલાતી વરસાદની પેર્ટનથી પાણીની અછત ઉભી થઈ રહી છે.

આગળ જતા સ્થિતી વધુ ભયાનક થશે

આગળ જતા સ્થિતી વધુ ભયાનક થશે. જેમ જેમ ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યુ છે તેમ તેમ દરિયામાં જળસ્તર પણ વધી રહ્યુ છે. આંતરરાષ્ટ્રિય લીડર્સ પણ ગ્લોબલ વોર્મિંગને લઈને સક્રિય છે..પરંતુ કાચબા ગતિએ કામ કરી રહ્યા છે. આ ગતિથી પૃથ્વીને નહીં બચાવી શકાય. કુદરતી આફતોના પગલે સામૂહિક સ્તરે લોકો વિસ્થાપિત થઈ રહ્યા છે.IPCCની ક્લાઈમેટ રીપોર્ટમાં જે વાતોનો ઉલ્લેખ છે તેના હિસાબે માનવીઓ પાસે આ ધરતીને બચાવવા માટે વધારે સમય નથી બચ્યો. દુનિયાભરની સરકારો માત્ર ગ્રીન વાયદાઓ કરી રહી છે. પરંતુ કોઈ પણ પ્રકારનો એક્શન લેતા નજરે નથી પડી રહ્યા. એ ધનવાન દેશ હોય કે વિકસિત દેશ…ગરીબ દેશોની વાત કરવી જ કોઈ કામની નથી…જમીન ક્લાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગને લઈને ગ્રાઉંડ લેવલે કોઈ પણ પ્રકારનુ કામ દેખાતુ નથી.

233 વૈજ્ઞાનિકોને આ સર્વેમાં કરાયા સામેલ

મોટાભાગના વૈજ્ઞાનિકો આ વાતથી સહેમત છે. નેચર જનરલે ગયા મહિને આ ક્લાઈમેટ રિપોર્ટ તૈયાર કરનાર 233 વૈજ્ઞાનિકોને આ સર્વેમાં સામેલ કર્યા છે..જેમાથી 92 એટલે કે 40 ટકા જેટલા વૈજ્ઞાનિકોનું સ્પષ્ટ પણે માનવુ છે કે વર્ષ 2100 સુધીમાં એટલા પ્રકારની સમસ્યાઓ આવશે કે કેટલાક દેશો તો આ સમસ્યાઓનો ઉકેલ કાઢવામા જ સાફ થઈ જશે. કમોસમી વરસાદ,અચાનક વાદળ ફાટવુ,વાવોઝોડું,પૂર,દુકાળ,તાપમાન વધવુ જેવી સમસ્યાઓથી માણસ કંટાળી જશે.જે વૈજ્ઞાનિકોએ જવાબ આપ્યો એમાના 60 ટકા વૈજ્ઞાનિકોનુ માનવુ છે કે આ સદીના અંત સુધીમાં પૃથ્વીનુ સરેરાશ તાપમાન 3 ડીગ્રી સુધી વધશે. આ પેરિસ સંધીમા નક્કી કરાયેલા 1.5 થી 2 ડીગ્રી સુધીના તાપમાનના અંદાડા કરવા ખૂબ વધારે છે…88 ટકા વૈજ્ઞાનિકોએ માન્યુ કે ગ્લોબલ વોર્મિંગના કારણે પૃથ્વી પર પ્રલય જેવી આફતો અવાર-નવાર આવશે…જળ-વાયુમાં આવેલુ પરિવર્તન આવનારી પેઢીઓને હંમેશા પરેશાન કરશે…આમાથી કેટલાક વૈજ્ઞાનિકોએ તો ક્લાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગના કારણે પોતાની જીવન શૈલી બદલી નાખી છે.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles