fbpx
Thursday, April 25, 2024

આફત / બકરું કાઢતા ઊંટ પેઠું જેવા હાલ! કોરોના ઘટ્યો ત્યાં આ બીમારીએ વધારી ચિંતા, જાણો શું છે લક્ષણ

  • કોરોના ઘટ્યો તો ઝીકા વાયરસે વધારી ચિંતા
  • ઉત્તર પ્રદેશના કાનપુરમાં મચાવ્યો કોહરામ
  • 24 કલાકમાં વધુ 13 નવા કેસ નોંધાતા મચ્યો હડકંપ

ઝિકા વાયરસના કેસ વધી રહ્યા છે. ડોકટરોએ ઝીકા વાયરસ અંગે ચેતવણી પણ આપી છે. આરોગ્ય વિભાગ સતર્ક છે. નિષ્ણાતોના મતે ઝીકા વાયરસના ચેપમાં મૃત્યુદર કોરોના વાયરસ કરતા વધારે છે.

ઉત્તર પ્રદેશના કાનપુરમાં ઝિકા વાયરસનો કહેર વધ્યો

ઉત્તર પ્રદેશના કાનપુરમાં ઝિકા વાયરસનો કહેર વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 13 નવા કેસ સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. શહેરમાં અત્યાર સુધીમાં ઝિકા વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 79 થઈ ગઈ છે. તે જ સમયે, કન્નૌજમાં ઝિકા વાયરસનો પ્રથમ કેસ પણ નોંધાયો છે.

દેશમાં ક્યાં-ક્યાં છે ઝીકા વાયરસનો પ્રકોપ

તમને જણાવી દઈએ કે દેશમાં સૌપ્રથમ વર્ષ 2017માં ગુજરાતમાં 3 અને 2018માં 1 કેસ નોંધાયો હતો. ત્યારબાદ વર્ષ 2017માં તામિલનાડુમાં 1 કેસ સામે આવ્યો. વર્ષ 2018માં મધ્યપ્રદેશમાં ઝિકા વાયરસના કેસોમાં અચાનક વધારો થયો હતો અને 130 લોકો સંક્રમિત જોવા મળ્યા હતા. આ જ વર્ષે 2018માં જ રાજસ્થાનમાં ઝિકા વાયરસના 159 કેસ નોંધાયા હતા. વર્ષ 2021માં કેરળમાં ઝિકા વાયરસના કેસો અચાનક દેખાવા લાગ્યા હતા. ત્યારબાદ 64 કેસ નોંધાયા હતા. દરમિયાન, મહારાષ્ટ્રમાં ઝિકા વાયરસનો એક કેસ નોંધાયો હતો અને હવે કાનપુર અને કન્નૌજ સહિત યુપીમાં 80 કેસ નોંધાયા છે.

શું છે ઝીકા વાયરસ ?

નિષ્ણાંતના જણાવ્યા પ્રમાણે, ઝીકા વાયરસ એક મચ્છજન્ય બિમારી છે. જે એડીઝ નામના મચ્છરથી ફેલાય છે. મચ્છરની આ પ્રજાતિ ડેન્ગ્યૂ અને ચિકનગુનિયાનું પણ કારણ બની શકે છે. જો કે, આ વાયરસનો શિકાર બની ચૂકેલા લોકોમાં ખાસ કોઈ લક્ષણો જોવા મળતા નથી, અથવા તો ખૂબ જ સામાન્ય લક્ષણો જોવા મળે છે. આ લક્ષણો ડેન્ગ્યૂમાં પણ જોવા મળે છે. જો કે, સારવાર મોડી મળે તો દર્દી માંટે આ વાયરસ જીવલેણ પણ સાબિત થઈ શકે છે.

કેવી રીતે ફેલાય છે ઝીકા વાયરસ

ઝીકા વાયરસ મચ્છરો કરડવાથી ફેલાય છે જે દિવસના સમયમાં વધારે સક્રિય રહેતા હોય છે. પહેલી વાર 1947 માં યુગાન્ડામાં વાંદરાઓમાં આ વાયરસ જોવામાં આવ્યો હતો. ત્યાર બાદ 1952 માં ટાન્ઝાનિયામાં ફેલાયો હતો.

ઝીકા વાયરસના લક્ષણો
– તાવ
– લાલ ચકામા
– માથાનો દુખાવો
– સ્નાયુઓમાં દુખાવો
– સાંધામાં દુખાવો

ઝીકા વાયરસ શરીરમાં દાખલ થયાના 3 થી 4 દિવસમાં લક્ષણો દેખાય છે. જોકે કેટલાક લોકોમાં લક્ષણો દેખાતા પણ નથી. તિરુવનંતપુરમ હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું કે ઝીકા વાયરસ ઘાતક નથી તેથી ચિંતાનો કોઈ વિષય નથી. જે મહિલામાં ઝીકા પોઝિટીવ નીકળી છે તેની સારવાર ચાલી રહી છે અને તેને તબિયત સારી છે.

ઝીકા વાયરસથી બચવા શું કરવું

હાલના સમયે ઝીકા વાયરસની કોઈ એન્ટીવાયરસ ટ્રીટમેન્ટ કે વેક્સિન ઉપલબ્ધ નથી. તેથી ઝીકા વાયરસથી બચવાનો સૌથી સારો ઉપાય દિવસના સમયમાં મચ્છરો ન કરડે તેનું ધ્યાન રાખવું જોઈએ.

કોના માટે ઘાતક

સામાન્ય લોકો માટે ઝીકા વાયરસ ઘાતક નથી પરંતુ ગર્ભવતી મહિલાઓ અને બાળકો માટે આ વાયરસ ઘાતક નીવડી શકે છે. ગર્ભવતી મહિલાઓ દ્વારા આ વાયરસ નવજાતમાં ફેલાય છે અને તેને કારણે બાળકો ખોડખાંપણ વાળા જન્મે છે.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles