fbpx
Friday, March 29, 2024

ટી-20 / જીતની સાથે પૂરો થયો કોહલી-શાસ્ત્રી યુગ, ટીમ ઈન્ડીયાએ નામિબીયાને 9 વિકેટથી આપ્યો પરાજય

  • ટીમ ઈન્ડીયાએ કોહલીને આપી શાનદાર ફેરવેલ
  • નામિબીયાને 9 વિકેટથી આપ્યો પરાજય
  • રોહિત શર્માએ સૌથી વધારે 56 રન બનાવ્યા

ભારતે ટી-20 વર્લ્ડ કપ 2021ની છેલ્લી મેચમાં નામિબિયાને નવ વિકેટે હરાવ્યું હતુ. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતાં નામિબિયાએ આઠ વિકેટે 132 રન કર્યા હતા.

જવાબમાં ભારતે માત્ર 28 બોલ બાકી હતા ત્યારે 136 રન બનાવીને ટાર્ગેટ હાંસલ કર્યો હતો. રોહિત શર્માએ 56 અને કેએલ રાહુલે અણનમ 54 રન ફટકાર્યા હતા. જીતની સાથે ટી20માં કોહલી-શાસ્ત્રીનો યુગ પૂરો થયો છે તથા ભારતની વર્લ્ડ કપની સફર પણ પૂરી થઈ છે. નામિબીયાએ પહેલા બેટિંગ કરીને નિર્ધારીત 20 ઓવરમાં 8 વિકેટના નુકશાન પર 132 રન બનાવ્યાં હતા. નામિબીયા તરફથી ડેવિડ વીઝે સૌથી વધારે 26 રન બનાવ્યાં હતા. ભારત તરફથી રવિચંદ્રન અશ્વીન અને રવિન્દ્ર જાડેજાએ 3-3 વિકેટ ઝડપી હતી.

ટી20 વર્લ્ડ કપના કેપ્ટન તરીકેની નામ્બિયા સામેની છેલ્લી મેચ પહેલા કોહલીએ જણાવ્યું કે ભારતીય ટીમની કેપ્ટનશીપ કરવી મારે માટે ગૌરવની વાત રહી છે. કોહલીએ કહ્યું કે મને જે જવાબદારી સોંપાઈ, મેં તેને પાર પાડવાનું કામ કર્યું અને આ મારે માટે ગૌરવનું કામ રહ્યું છે. હવે હું બીજાને સ્થાન આપું તે સમય આવ્યો છે. ટીમ ઈન્ડીયાએ જેવી રીતે કામ કર્યું તેની પર મને ખૂબ માન છે.

ભારતીય ટીમમાં ઘણા લીડર્સ, રોહિતની રમત સારી-કોહલી
હવે સમય આવ્યો છે કે આવનાર ગ્રુપ ટીમને આગળ લઈ જાય. રોહિત શર્મા પણ અહીં છે. હું થોડા સમયથી તેનામાં સારુ જોઈ રહ્યો છું. સાથે ટીમમાં ઘણા લીડર્સ પણ છે, તેથી હવે પછીનો સમય ભારતીય ક્રિકેટ માટે ઘણો મહત્વનો છે.

ટી20 વર્લ્ડ કપના નવા કેપ્ટન તરીકે રોહિત શર્માના નામની ચર્ચા
બીસીસીઆઈ ટુર્નામેન્ટ પછી જ નવા ટી-૨૦ ફોર્મેટના કેપ્ટનની જાહેરાત કરે તેવી સંભાવના છે. આ રેસમાં રોહિત શર્માનું નામ સૌથી આગળ છે. એવા પણ અહેવાલો છે કે વિરાટ કોહલીની વન ડે કેપ્ટન્સી પણ જઈ શકે છે, જેમાં વ્હાઇટ બોલ ફોર્મેટ માટે કેપ્ટન અને વિરાટ કોહલી ટેસ્ટ ફોર્મેટ માટે કેપ્ટન તરીકે છે.

વર્લ્ડ કપ પહેલા જાહેર કરવામાં આવી

ઉલ્લેખનીય છે કે ટી-20 વર્લ્ડકપ પહેલા વિરાટ કોહલીએ જાહેરાત કરી હતી કે તે આ ફોર્મેટમાં વધુ કેપ્ટનશીપ નહીં કરે. હવે જ્યારે ભારતીય ટીમ સેમિ ફાઈનલમાં પહોંચી નથી ત્યારે નામિબિયા સામેની આ છેલ્લી મેચ છે. આ કેપ્ટન વિરાટ કોહલીની 50મી ટી-20 મેચ પણ છે.

કોહલીની ઉપરાંત રવિ શાસ્ત્રીની પણ છેલ્લી મેચ
વિરાટ કોહલી ઉપરાંત કોચ રવિ શાસ્ત્રીની પણ આ છેલ્લી મેચ છે. ટી-20 વર્લ્ડકપ બાદ પૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડ ભારતીય ટીમના મુખ્ય કોચ તરીકેની જવાબદારી સંભાળશે.
‎ભારતની ઈલેવન પ્લેઈંગ
કેએલ રાહુલ, રોહિત શર્મા, વિરાટ કોહલી (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકેટકિપર), હાર્દિક પંડયા, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, રાહુલ ચહર, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ. ‎

નામ્બિયાની ઈલેવન પ્લેઈંગ
સ્ટીફન બાર્ડ, માઇકલ વાન લિંગેન, ક્રેગ વિલિયમ્સ, ગેર્હાર્ડ ઇરાસ્મસ (કેપ્ટન), જેન ગ્રીન (વિ.કી.), ડેવિડ વીજે, જાન ફ્રાયલિંક, જે જે શ્મિટ, જાન નિકોલ લોફ્ટી-ઇટન, રુબેન ટ્રમ્પેલમેન, બર્નાર્ડ શોલ્ટ્ઝ‎.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles