fbpx
Friday, March 29, 2024

ડેપ્યુટી કલેક્ટરે યુવતીને કહ્યું મને ખુશ કરી દે, નહી તો આપણી જુની રોમેન્ટિક તસ્વીરોથી હું દુનિયાને ખુશ કરી દઇશ અને…

સ્ત્રીની છેડતી હાલ સૌથી મોટુ દુષણ બનતું જઇ રહ્યું છે. કોઇ સામાન્ય માણસ કે અભણ વ્યક્તિ છેડતી કરતા હોય છે તેવી લોક સમજ છે. જો કે છેડતી અભણ વ્યક્તિ કરે કે ભણેલો ગણેલો વ્યક્તિ છેડતી ક્યારે પણ યોગ્ય હોઇ શકે નહી. પરંતુ જ્યારે સરકારનો ઉચ્ચ અધિકારીએ યુવતીની છેડતી કરતા ચકચાર મચી છે. અરવલ્લીના ડેપ્યુટી કલેક્ટર દ્વારા યુવતીને છેલ્લા એક વર્ષથી પરેશાન કરવામાં આવી રહી હતી.

જેથી કંટાળીને આખરે યુવતીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી.

આ અંગે અરવલ્લી કલેકટરે જણાવ્યું કે, જો આરોપી ડેપ્યુટી કલેક્ટર મયંક પટેલ 24 કલાકથી વધુ કસ્ટડીમા રહેશે તો અટકાયતી પગલા લેવાશે. કલેકટરને મૌખિક જાણકારી મળી છે. લેખિત જાણકારી મળ્યા પછી રાજ્ય સરકારને જાણ કરાશે. અરવલ્લી કલેટકટ નરેંદ્રકુમાર મીણાનું નિવેદન સામે આવ્યું છે. મોડાસાના ડેપ્યુટી કલેકટર મયંક પટેલની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. યુવતીને બીભત્સ ફોટો મોકલી હેરાન કરવાનો આક્ષેપ છે. છેલ્લા એક વર્ષથી યુવતીને ડેપ્યુટી કલેકટર બીભત્સ ફોટો અને મેસેજ મોકલીને પરેશાન કરતો હતો. ભોગ બનનાર યુવતી અને ડેપ્યુટી કલેકટર મયંક અગાઉ પરિચયમાં આવ્યા હતા. યુવતીએ સાયબર ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી. ભોગ બનાર યુવતી સરકારી કર્મચારી હોવાનું સામે આવ્યું છે.

(આરોપી ડેપ્યુટી કલેક્ટર)

મહિલા સરકારી કર્મચારીને સોશિયલ મિડિયાના માધ્યમથી શારિરિક અને માનસિક રીતે હેરાન કરાવા કેસનાં સાઇબર ક્રાઇમે મયંક પટેલ નામના આરોપી ધરપકડ કરી આરોપી અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવે છે. જેને કોર્ટમાં રજુ કરી રીમાન્ડ મેળવવાની તજવીજ પોલીસે હાથ ધરી છે.

અરવલ્લી જિલ્લા મોડાસા ખાતે ડેપ્યુટી કલેક્ટર તરીકે ફરજ બજાવતો મયંક પટેલ મુળ ખેડા જિલ્લા કપડવંજ તાલુકાના શિહોરા ગામનો વતની છે. કપડવંજ ખાતે નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતો હતો. વર્ષ ૨૦૧૬માં ફરિયાદી પરિચયમાં આવ્યો હતો. અનેક વખતે સરકારી મીટીંગમાં બંનેનું મળવાનું થતું હતું. ત્યાર બાદ બંને વચ્ચે મોબાઇલ નંબરની આપ-લે થઇ અને એકબીજાના ધરે જવાની શરૂઆત થઇ હતી. દરમ્યાન આરોપી જીપીએસસી પરીક્ષા પાસ કરી ડેપ્યુટી કલેક્ટર તરીકે પસંદગી પામી મોડાસામાં ફરજ પર લાગ્યો હતો. અચાનક ફરિયાદીએ મયંક પટેલ સાથે બોલવાનું બંધ કરતાં છેલ્લા દોઢ વર્ષથી મયંક પટેલ સોશિયલ મિડિયાના માધ્યમથી ફરિયાદની બિભત્સ ફોટો વિડિયો અને મેસેજ મોકલી પરેશાન કરતો હતો.

ફરિયાદીએ જ્યારે આરોપીના ફોન ઉપાડવાના બંધ કર્યા તે આરોપીએ વોટ્સઅપ કોલીંગ અને વિડિયો કોલીંગ કરી હેરાન કરાવાની શરૂઆત કરી હતી. ઘણી વાર ફરિયાદીના મોબાઇલનુ લોકેશન જાણી મયંક પટેલ ત્યાં પહોંચી જતો હતો. જોકે ફરિયાદીએ કોઇ રિસપોન્સ ન આપતાં આરોપીએ તેના પતિ સસરા અને દિકરાને બીભત્સ ફોટે અને વિડિયો મોકલ્યા હતા. આ ઉપરાંત આરોપીએ ફરિયાદીને મારી નાંખવાની અને પોતે મરી જવાની ધમકી આપી હતી. જેથી કંટાળેલ મહિલા કર્મચારીએ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરી હતી. જો ફરિયાદી કોઇ એક નંબરથી ફોન ન ઉપાડ્યો આરોપી અન્ય નંબરથી સંપર્ક સાધવા પ્રયાસ કરતો હતો. આ માટે આરોપીએ કુલ ૯ મોબાઇલ નંબર રાખ્યા હતા. પોલીસે આરોપી પાસેથી મોબાઇલ જપ્ત કરી ફરિયાદીને મોકલેલ ફોટો વિડિયો અને ચેટ સહિતના ડીજીટલ પુરાવા એકત્ર કરી રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles