fbpx
Friday, April 19, 2024

૯૪માં જન્મદિને મોદી સાથેની મુલાકાતમાં માત્ર એક જ શબ્દ બોલ્યા અડવાણી!

એક સમયે લાખોની ભીડને ભાષણ આપતા ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા લાલ કૃષ્ણ અડવાણી આજકાલ ઘણું ઓછું બોલી રહ્યા છે. ૧૯૯૦ના રથ યાત્રા વાળા અડવાણી હવે શાંત શ્રોતા બની ગયા છે. શકય છે કે ૯૪ વર્ષની ઉંમરને કારણે પણ આ બદલાવ આવ્યો હોય. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જયારે સોમવારના રોજ અડવાણીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવવા તેમના ઘરે પહોંચ્યા ત્યારે લાંબા સમય પછી લોકોએ અડવાણીને જોયા.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને અડવાણી જયારે આગળ વધી રહ્યા હતા ત્યારે તેમના પર ઉંમરની અસર સ્પષ્ટપણે વર્તાઈ રહી હતી.

આમ જોવા જઈએ તો આ કોઈ નવી વાત નથી. પાછલા ઘણાં વર્ષોથી અડવાણીએ બોલવાનું ઓછું કરી દીધું છે. મોટાભાગના અવસર પર તે ચુપ જ રહેવાનું પસંદ કરે છે. રવિવારના રોજ થયેલી ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં તે વર્ચ્યુલી હાજર રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, અહીં પણ તે કંઈ જ બોલ્યા નહોતા. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને અમિતભાઇ શાહ સોમવારે સવારે અડવાણીના ઘરે પહોંચ્યા હતા અને તેમણે અડવાણીની મનપસંદ ચોકલેટ કેક કાપી હતી.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તેમની સાથે લગભગ અડધો કલાક સુધી બેઠા હતા. આ દરમિયા નરેન્દ્રભાઇ મોદીએ પહેલાના સમયના બે-ત્રણ કિસ્સા સંભળાવ્યા. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વાત કરી રહ્યા હતા ત્યારે અડવાણી ચૂપ રહ્યા હતા. આખી વાત સાંભળીને તેઓ માત્ર એક શબ્દ બોલ્યા હતા- આભાર.

ઉલ્લેખનીય છે કે એલકે અડવાણી ૧૬મી લોકસભા એટલે કે ૨૦૧૪-૧૯ના ૩૨૧ દિવસોમાંથી ૨૯૬ દિવસ હાજર રહ્યા હતા. આ દરમિયાન પણ મોટાભાગે તેઓ ચૂપ જ રહ્યા હતા. આ સમય દરમિયાન તે માત્ર પાંચ વાર બોલ્યા હતા. વર્ષ ૨૦૦૯થી ૨૦૧૪ દરમિયાન અડવાણીએ ૪૨ ચર્ચાઓમાં ભાગ લીધો અને લગભગ ૩૬,૦૦૦ શબ્દો બોલ્યા હતા. વર્ષ ૨૦૧૯માં ૯મી નવેમ્બરના રોજ અયોધ્યા બાબતે સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી અડવાણીએ કહ્યુ હતું કે આ પૂર્ણતાની ઘડી છે. તેમણે અત્યંત ટૂંકી પ્રતિક્રિયા આપી હતી.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles