fbpx
Wednesday, April 24, 2024

સ્કીમ / સાંસદો માટેની આ મોટી યોજના ફરી શરુ કરી દીધી સરકારે, જાણો ક્યારે કેટલી મળશે રકમ

  • બંધ પડેલી સાંસદ નિધિ યોજના ફરી શરુ કરવાની મોદી સરકારની જાહેરાત
  • સાંસદોને દર વર્ષે પાંચ કરોડ મળશે
  • પોતાના મતવિસ્તારમાં વિકાસ માટે મળશે પાંચ કરોડ
  • લોકો તેમના સાંસદો પાસે વિકાસકામો માટે પૈસા માગી શકે

કેન્દ્રીય કેબિનેટ અને કેબિનેટ કમિટી ઓફ ઈકોનોમિક અફેર્સની બેઠકમાં MPLAD સ્કીમ એટલે કે સાંસદ નિધિને ફરી વાર શરુ કરવાનો નિર્ણય લેવાયો છે.

2020-21 ની સાંસદ નિધિને કોરોના સામેના જંગમાં ઉપયોગમાં લેવાઈ હતી પરંતુ હવે કોરોના ઘટતા સાંસદો માટે ફરી વાર શરુ કરવામાં આવી છે આ યોજના. આ યોજના હેઠળ સાંસદોને તેમના મતવિસ્તારમાં વિકાસ માટે 2 હપ્તામાં 2.5 કરોડની રકમ આપવામાં આવી છે કુલ 5 કરોડની રકમ આપવામાં આવી છે જેથી કરીને સાંસદો તેમના મતવિસ્તારમાં વિકાસ કામો કરી શકે. ચાલુ વર્ષે સાસંદોને 2 કરોડ આપવામાં આવશે જ્યારં 2022 થી સાંસદને પૂરા 5 કરોડ મળતા થઈ જશે.

દર વર્ષે સાંસદોને 2.5-2.5 કરોડ રૂપિયા મળશે
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું છે કે હવે અર્થવ્યવસ્થા સારી રીતે ચાલી રહી છે અને આ કારણોસર સાંસદ ફંડ ફરી શરૂ કરવામાં આવી રહ્યું છે. ઠાકુરે કહ્યું કે 2022-23 થી 2025-26 સુધી દર વર્ષે સાંસદોને 2.5-2.5 કરોડ રૂપિયા બે હપ્તામાં આપવામાં આવશે.

સરકારે યોજનાને કેમ મોકૂફ રાખી
વાસ્તવમાં, ગયા વર્ષે એપ્રિલ મહિનામાં, કોરોના રોગચાળા સામેની લડાઈ દરમિયાન, કેન્દ્ર સરકારે 2020-21 અને 2021-22 માટે સાંસદ ફંડ મોકૂફ રાખ્યું હતું. આ નાણાનો ઉપયોગ આરોગ્ય ક્ષેત્ર અને અન્ય મહત્વપૂર્ણ સ્થળોએ કરવામાં આવ્યો હતો. દેશભરના સાંસદો એમપી ફંડમાંથી જ તેમના વિસ્તારોમાં વિકાસના કામોની ભલામણ કરે છે.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles