fbpx
Friday, March 29, 2024

નવો કાયદો / ગજબ બાકી: ઓફિસના કલાકો પત્યા બાદ કંપની ફોન કે મેસેજ કરશે તો તે ગેરકાયદેસર ગણાશે, આ દેશે બનાવ્યો નવો કાયદો

  • પોર્ટુગલમાં ઓફિસના કલાકો બાદ કર્મચારીને ફોન નહી કરી શકાય
  • જો ફોન કે મેસેજ કર્યો તો કંપનીને દંડ ફટકારવામાં આવશે
  • વર્ક ફ્રોમ હોમમાં કર્મચારીને ઈન્ટરનેટ અને વીજળીનું બીલ આપવું પડશે

પોર્ટુગલમાં હવે એક નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે.

જેમા ઓફિસનો સમય પુરો થયા બાદ જો કોઈ પણ કર્મચારીને ઓફિસના બોસ દ્વારા કોલ કે મેસેજ કરવામાં આવશે તો તેને હવે ગેરકાયદેસર માનવામાં આવશે. જેથી હવે અહિયા કંપની દ્વારા ઓફિસનો સમય શરૂ થાય તે પહેલા અને ઓફિસના સમયગાળામાંજ કર્મચારીને ફોન કરી શકાશે.

પોર્ટુંગલ સંસદમાં નવો કાયદો લાગૂ થયો

જો કોઈ પણ બોસે કર્મચારીને ઓફિસના કલાકો બાદ ફોન કે મેસેજ કર્યો તો તેને સજા આપવામાં આવશે. ડેલી મેલના રિપોર્ટ પ્રમાણે પોર્ટુગલ સંસદમાં આ નવો નિયમ લાગૂ કરવામાં આવ્યો છે. જેમા ઓફિસના કલાકો પછી તેમજ રજાઓના દિવસોમાં કંપની તેમના કર્મચારીને ફોન કે મેઈલ નહી કરી શકે જો આવું થયું તો કંપનીને દંડ પણ ભરવો પડશે.

વીજળીનું અને ઈન્ટરનેટનું બીલ આપવું પડશે

કોરોનાકાળમાં વર્ક ફ્રોમ હોમ બધા કરવા લાગ્યા છે. જેથી દેશની સત્તારૂઢી પાર્ટી દ્વારા આ નવો શ્રમ કાયદો લાવવામાં આવ્યો છે. આ કાયદા અંતર્ગત કંપનીએ તેમના કર્મચારીઓને વીજળીનું બીલ તેમજ ઈન્ટરનેટનું બીલ પણ આપવું પડશે. જો કોઈ કર્મચારીનું બાળક નાનું હશે તો તે બાળક 8 વર્ષનું થાય ત્યા સુધી તે કર્મચારી વર્ક ફ્રોમ હોમ કરી શકશે.

પહેલા પણ અમુક દેશો આ કાયદો અમલમાં મુકી ચુક્યા છે

સમગ્ર મામલે પોર્ટુગલના સુરક્ષા મંત્રી દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું કે કોરોના મહામારીમાં વર્ક ફ્રોમ હોમ નવી વાસ્તવિકતા બની ગઈ છે. જેથી આ નવા કાયદા લાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું આ રીતના કાયદાઓ ફ્રાંસ, જર્મની અને ઈટલી જેવા દેશોએ પહેલાથી લાગૂ કર્યા છે. જેથી પોર્ટુગલના લોકો ફીટ રહે અને તેમને માનસીક શાંતી રહે તેને લઈને સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles