fbpx
Thursday, April 18, 2024

સુરતઃ મિત્રએ મિત્રના માથામાં કુકર મારીને કરી હત્યા, કારણ એવું કે જાણીને ચોંકી જશો

સુરત સચીન જીઆઇડીસી (surat GIDC) વિસ્તારમાં ઘરની સાફ-સફાઈ અને પાણી ભરવા થી લઇ અનાજ કરિયાણાના રૂપિયાની લેતીદેતી (friend murder for money issue) મામલે એક જ રૂમમાં રહેતા અને હમવતની દ્વારા પોતાના જ મિત્રની માથામાં કુકર મારી કરપીણ હત્યા (friend murder by cooker hit on head) કરી દેવામાં આવી હતી.

જે ઘટનામાં પોલીસે હત્યારા મિત્રોની ધરપકડ (police arrested accused friend) કરી આગળની તપાસ હાથ ધરી છે.

ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે સુરતના સચીન જીઆઇડીસી વિસ્તારમાં આવેલા શ્રીનગરના ભાડાના મકાનમાં રહેતા કાલુ નિશાદ નામના યુવકની ગત રોજ તેના જ મીત્ર દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી. અઠવાડિયા અગાઉ કાલુ નિશાદ સાથે રહેવા માટે આવેલ પવન નિશાદે માથામાં કુકર મારી મિત્ર ને મોતને ઘાટ ઉતારી દીધો હતો.બંને મિત્રો એક સાથે ભાડાના મકાનમાં રહેતા હતા.

જો કે ઘરની સાફ-સફાઈ પાણી ભરવા અને અનાજ કરિયાણાના રૂપિયાની લેતીદેતી મામલે બંને વચ્ચે માથાકૂટ ચાલી આવી હતી. જે બાબતે થયેલી બોલાચાલી બાદ પવન નિશાદે ઘરમાં રહેલા કુકર વડે કાલુ નિશાદને માથાના ભાગે ઘા કરી જીવલેણ ઇજા પોહચાડી હતી.

ગંભીર રીતે ઇજાગ્રસ્ત પામેલા કાલુ નિશાદને સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર મળે તે પહેલા જ કાલુ નિશાદનું મોત થયું હતું. પોલીસે હત્યા ના આ ગુનામાં તાત્કાલિક આરોપીની ધરપકડ કરી જેલભેગો કરી દીધો હતો. જ્યા આગળની તપાસ સચીન જીઆઇડીસી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે નવા વર્ષના દિવસે પણ સુરતમાં પેટ્રોલ પંપમાં પેટ્રોલ ભરાવવા લાઈનમાં ઊભા રહેવા જેવી સામાન્ય બાબતમાં જ એક યુવકને ચપ્પાના ઘા ઝીંકીને હત્યા નીપજાવી હતી. જોકે, પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારાઓને દબોચી લીઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles