fbpx
Saturday, April 20, 2024

ભારત સામે ક્રિકેટ મેચમાં હાર મળે તો પાકિસ્તાનમાં હિંદુ યુવતીઓનું થાય છે અપહરણ, પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓએ વર્ણવી આપવીતી

ટી-20 વર્લ્ડકપમાં 24 ઓક્ટોબરના રોજ પાકિસ્તાને ક્રિકેટ વર્લ્ડકપના ઇતિહાસમાં પ્રથમવાર ભારતને હાર આપી હતી. મેચ બાદ ભારત અને પાકિસ્તાનમાં ઉગ્ર ઉજવણીઓની ઘટનાઓ સોશિયલ મીડિયા પર જોવા મળી હતી. ભારતને પાકિસ્તાને 10 વિકેટથી કારમી હાર આપી હતી. અનેક ભારતીય ક્રિકેટ પ્રેમીઓ હારથી સ્તબ્ધ થઇ ગયા હતા. ભારતના કેટલાક હિસ્સામાં પાકિસ્તાનની જીત પર ફટાકડા પણ ફોડવામાં આવી હતી.

જેને લઇને ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગે પણ સોશિયલ મીડિયા પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો. ટી-20 વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે ભારતની હાર બાદ ફટાકડા ફોડનારા પર સવાલ ઉઠાવ્યા હતા.

આ બધા વચ્ચે ઉત્તર દિલ્હીના આદર્શનગરમાં રહેનારા પાકિસ્તાની હિંદુ શરણાર્થી જેઓ આ રમતથી જરા પણ પ્રભાવિત થયા નથી. છેલ્લા એક દાયકાથી આદર્શ નગરમાં રહેનારા પાકિસ્તાનના સિંધ પ્રાન્તના એક પાકિસ્તાની હિંદુ શરણાર્થી સાથે એક ચેનલે વાત કરી હતી. ક્રિકેટ મેચથી પુરી રીતે અજાણ જોવા મળ્યા હતા. વાસ્તવમાં તેમના ચહેરા પર રમત પ્રત્યે ધૃણા જોવા મળી હતી. તેમણે કહ્યું કે આ પાછળનું કારણ પાકિસ્તાનમાં હિંદુ મહિલા શરણાર્થીઓને થતી હેરાનગતિ અને પીડા છે. ભૂતકાળમાં ભારત સામે પાકિસ્તાન ક્રિકેટ મેચ હારતું હતું ત્યારે આ પ્રકારની હેરાનગતિ થતી હતી. તેમણે કહ્યું કે કેવી રીતે દર વખતે પાકિસ્તાન હારી ગયું. દેશના મુસ્લિમો ત્યાં રહેનારી હિંદુ છોકરીઓ અને મહિલાઓનું અપહરણ અને ખરાબ વર્તન કરી તેનો બદલો લેતા હતા.

સૌ પ્રથમ તો તે બોલવામાં સંકોચ અનુભવી રહ્યા હતા કારણ કે તેમને ડર હતો કે પાકિસ્તાનમાં રહેનારા તેમના સંબંધીઓને પરિણામ ભોગવવું પડી શકે છે. મને ડર છે કે મારા માતાપિતા, ભાઇ અને બહેન તમામ લોકો પાકિસ્તાનમાં છે. તે ખતરામાં હોઇ શકે છે. ઉત્તર દિલ્હીના આદર્શ નગર કેમ્પ બહાર એક નાની ચા ની દુકાન ધરાવનારી મહિલાએ સાહસ બતાવ્યું હતું. તેમણે કહ્યું કે જ્યારે પણ પાકિસ્તાન ભારત સામે કોઇ ક્રિકેટ મેચ હારતું હતું તો દેશના મુસ્લિમો હંમેશા હિંદુ મહિલાઓ પર ગુસ્સો કાઢતા હતા. નુકસાનનો બદલો લેવા માટે તે હિંદુ યુવતીઓ અને મહિલાઓનું અપહરણ કરતા હતા.

ચાર કે પાંચ વર્ષ જૂની ઘટનાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, જ્યારે કોહલીએ મેચ જીતી તો ત્રણ ગુજરાતી હિંદુ યુવતીઓને પાકિસ્તામાં અમારા ક્ષેત્રમાંથી પાછી મોકલી દેવામાં આવી હતી. જ્યારે તે એક મેચ હારે છે તો તે ભયાનક કામ કરે છે. એટલે સુધી કે પાકિસ્તાન પોલીસ પણ દખલગીરી કરવા માટે તૈયાર નથી. યુવતીઓ ક્યારેક ક્યારેક પાછી ફરે છે પણ મોટેભાગે તે પાછી આવતી નથી અને અમે થાકીને હારીને ઘરે બેસી રહીએ છીએ. 2011થી ભારતમાં રહેતા એક હિદુ શરણાર્થી મહિલાએ કહ્યું કે, હું સામાન્ય રીતે વીડિયો પર વાત કરતી નથી કારણ કે હું જાણતી નથી કે પાકિસ્તાનમાં મારા પરિવાર સાથે શું થાય. તેઓને મારી નાખવામાં આવી શકે છે. પાકિસ્તાનમાં પોતાનાસંબંધીઓ અંગે ચિંતિત તેઓ અંતમાં વાત કરવા સહમત થયા હતા.

તેમણે કહ્યું કે જ્યારે પણ પાકિસ્તાન ક્રિકેટમાં ભારત સામે હારે છે તો પાકિસ્તાની મુસ્લિમો હિંદુ મહિલાઓ અને યુવતીઓ પર પોતાનો ગુસ્સો કાઢે છે. અગાઉથી જ પાડોશી દેશમાં હિંદુ યુવતીઓની સ્થિતિ દયનીય છે. તે પાકિસ્તાનીઓના ગુસ્સાનો શિકાર બને છે. આદર્શ નગર નિવાસીએ કહ્યું કે જ્યારે પણ તે પાકિસ્તાનમાં પોતાના પરિવારના સભ્યો સાથે વાત કરે છે તો તેઓ આ પ્રકારની અનેક ઘટનાઓ તેને જણાવે છે. તેમણે કહ્યું કે આદર્શ નગરમાં જીવન નિરાશાજનક છે કારણ કે તેમને પાણી, વીજળી જેવી પ્રાથમિક સુવિધાઓ વિના રહેવું પડે છે. જોકે, તે પાકિસ્તાન પાછા ફરવા માંગતા નથી કારણ કે ત્યાં જીવન તેમના માટે ખૂબ મુશ્કેલ છે.

પાકિસ્તાનના મંત્રી શેખ રશીદે ભારત વિરુદ્ધ મળેલી જીતને આખા ઇસ્લામની જીત ગણાવી હતી અને દુનિયાભરના મુસ્લિમોને જીતના અભિનંદન આપ્યા હતા. તો વિચારો પાકિસ્તાનમાં હારની કેટલી ભીષણ પ્રતિક્રિયા રહેતી હોય છે.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles