કેન્દ્રીય સાંસ્કૃતિક પ્રધાન જી કિશન રેડ્ડીએ ગુરુવારે કેનેડાથી લાવવામાં આવેલી અન્નપૂર્ણા માતાની દેવી ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા એક સમારંભ યોજીને ઉત્તરપ્રદેશ સરકારને સુપ્રદ કરી હતી.
નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ (એનજીએમએ) ખાતે આ ઇવેન્ટ યોજાઈ હતી.
કેન્દ્રીય હાઉસિંગ અને શહેરી વિકાસ પ્રધાન હરદીપસિંહ પુરી, કેન્દ્રીય મહિલા અને બાળવિકાસ પ્રધાન સ્મૃતિ ઇરાની, કેન્દ્રીય શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન, રાજ્યકક્ષાના પ્રધાન જનરલ વી.કે. સિંહ સહિતના મહાનુભાવોએ આ સમારંભમાં હાજરી આપી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયત્નોના ભાગરૂપે સો વર્ષ પહેલા ચોરાયેલી અન્નપૂર્ણા માતાની મૂર્તિ ભારતમાં પરત ફરી હતી. તેમણે જણાવ્યું હતું કે ૨૦૧૪થી ભારતમાં આ પ્રકારની ૪૦થી પણ વધારે પુરાતત્વીય મહત્ત્વવાળી વસ્તુઓ પરત ફરી છે. જ્યારે ૨૦૧૪ પહેલા ફક્ત ૧૩ જ પ્રાચીન મૂલ્યવાન વસ્તુઓ પરત ફરી હતી.

પ્રાચીન કલાકૃતિઓ સુપ્રદ કરશે
તેમણે ઉમેર્યુ હતું કે કેન્દ્ર સરકાર તમિલનાડુને બે, આંધ્રપ્રદેશ અને રાજસ્થાનને એક-એક આવી પ્રાચીન કલાકૃતિઓ સુપ્રદ કરશે. હવે સમય બદલાયો છે. એક સમય હતો જ્યારે ભારતના સાંસ્કૃતિક પ્રતિકો બહાર જતા હતા. હવે ભારતના આ અમૂલ્ય ખજાનાની ઘરવાપસી શરૂ થઈ છે. ભારતીય પુરાતત્વવિભાગને ૧૫ ઓક્ટોબર ૨૦૨૧ના રોજ કેનેડાથી અન્નપૂર્ણા માતાની સો વર્ષ પહેલા ચોરાયેલી મૂર્તિ પરત કરાી હતી. ઉત્તરપ્રદેશમાં કાશી ખાતેથી સદી પહેલા તેની ચોરી થઈ હતી અને કેનેડા દાણચોરી દ્વારા પહોંચી હતી.

૧૮મી સદીની આ મૂર્તિ કેનેડાની મેકેન્ઝી આર્ટ ગેલેરીમાં હતી. યુનિવર્સિટીએ પછી તેને ગયા વર્ષે કેનેડા ખાતેના ભારતના હાઈ કમિશ્નરને સુપ્રદ કરી હતી. ૧૯૭૬થી ભારતમાં આવી ૫૫ પ્રાચીન કલાકૃતિઓ પરત આવી છે. તેમાની ૪૨ તો ૨૦૧૪ પછી પરત આવી છે.