fbpx
Friday, April 19, 2024

પ્રથમ પ્રી-પોલ સર્વે : ઉતરપ્રદેશમાં બેઠકો ઘટશે પણ ભાજપ જીતશે: પંજાબમાં ત્રિશંકુ સ્થિતિ: ઉતરાખંડમાં સ્પર્ધા

* 2024નો પાયો ગણાવી ઉતરપ્રદેશની ચૂંટણીમાં મોદી-યોગીની લોકપ્રિયતાનો પ્લસ પણ બેઠકોમાં માઈનસ: સપા જબરૂ જોર દર્શાવશે: માયાવતીનો સૂર્યાસ્ત: કોંગ્રેસનો ઉદય પણ નહી થાય

* પંજાબમાં કોંગ્રેસ ભાંગતા ‘આપ’ને તક: છતાં કોઈને સ્પષ્ટ બહુમતી નહી મળે: અકાલીદળ સરકાર રચવામાં નિર્ણાયક: ભાજપ અકાલી વગર શુન્ય થઈ જશે: કેપ્ટન કરીશ્મા બતાવી શકશે નહી

* ઉતરાખંડમાં મુખ્યમંત્રી બદલવાનો રેકોર્ડ બનાવનાર ભાજપ પાતળી બહુમતીથી સતા મેળવશે: કોંગ્રેસ ટકકર આપશે: આમ આદમી પાર્ટીને હિમાલય રાજયનું ચડાણ અઘરૂ બનશે

* ગોવામાં વહેંચાયેલા વિપક્ષો વચ્ચે ભાજપ ફાવી જશે: કોંગ્રેસ સંકોચાયેલી જ રહેશે: ‘આપ’ને એન્ટ્રી મળશે: મમતાનો પક્ષ પ્રથમ વખત પ.બંગાળ બહાર લડે છે પણ ‘ખેલા-હોબે’ નહી કરી શકે

* રાજકીય અસ્થિર મણીપુરમાં પક્ષાંતરથી સતા મેળવનાર ભાજપને હવે ચૂંટણીમાં બહુમતી નજીકની બેઠકોનું ચિત્ર: કોંગ્રેસ જોર દેખાડશે: પ્રાદેશિક પક્ષો વધુ તુટશે

નવી દિલ્હી: દેશમાં હવે ઉતરપ્રદેશ સતત પાંચ રાજયોની ધારાસભા ચૂંટણીનું વાતાવરણ સર્જવા લાગ્યું છે.

આગામી માસના અંત સુધીમાં કે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં આ ચૂંટણીઓ જાહેર થતા જ તે લડાઈ આખરી તબકકામાં પ્રવેશશે તે વચ્ચે ફરી એક વખત સર્વે અને ઓપીનીયન પોલ શરુ થયા છે અને આ પોલ એજન્સીઓ તથા મીડીયા લોકોનો મૂડ કઈ બાજુ છે તે દર્શાવવા પ્રયાસ કરે છે તેમાં હવે એબીપી ન્યુઝ એજન્સી તથા સી. વોટર દ્વારા જે સંયુક્ત સર્વેમાં પાંચ રાજયોનું ચૂંટણી ચિત્ર દર્શાવવા પ્રયાસ થયો છે અને તેમાં ઉતરપ્રદેશમાં ભાજપને સતા મળે પણ બેઠકોમાં મોટો ઘટાડો થઈ શકે છે તેવું ચિત્ર દોરાયું છે. ઉતરાખંડમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટફ લડાઈની સ્થિતિ દર્શાવાઈ છે.

કોંગ્રેસ અને અકાલીદળને પંજાબમાં પાછળ રાખી આમ આદમી પાર્ટી પાતળી બહુમતીથી મેદાન મારી જાય તેવા સંકેત છે અને ભાજપ અહી એક બેઠક પણ જીતી શકે તો પણ રેકોર્ડ ગણાશે તો પુર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરીન્દરસિંહ જે નવો પક્ષ રચવા તથા ભાજપ સાથે જોડાણ કરશે તેવી જાહેરાત કરી છે તેઓ પણ બેઠક મેળવી શકે તો ચમત્કાર ગણાશે તેવો સંકેત આ ઓપીનીયન પોલમાં અપાયા છે. મણીપુરમાં ભાજપે કોંગ્રેસના અને પ્રાદેશિક પક્ષના ધારાસભ્યોને પક્ષાંતર કરાવીને જે રીતે સતા હાંસલ કરી છે તો તેમાં હવે ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધી ટકકરમાં ભાજપનો હાથ ઉંચો રહે તેવા સંકેત છે. ગોવા જયાં હાલ ભાજપની સરકાર છે ત્યાં સતા જાળવી રાખવામાં અને પાતળી બહુમતી મેળવે તથા આમ આદમી પાર્ટી અહી સફળ થશે નહી તેવું જણાય છે. જો કે ગોવામાં કોંગ્રેસ પક્ષ તેની તાકાત મુજબ દેખાવ કરી શકશે નહી તે પણ સંકેત છે.

આ સર્વેમાં ઉતરપ્રદેશમાં લોકોએ વર્તમાન મુખ્યમંત્રી શ્રી યોગી આદીત્યનાથને ફરી રાજયના સુકાની તરીકે પ્રથમ પસંદ ગણાવ્યા હતા. પંજાબમાં ભલે આમ આદમી પાર્ટી હાલ આગળ દર્શાવાતી હોય પણ મુખ્યમંત્રી તરીકે ચરણજીતસિંહ ચન્ની લોકોમાં ફેવરીટ છે. ઉતરાખંડમાં કોંગ્રેસના હરીશ રાવતને લોકો પહેલી પસંદ ગણાવે છે. જો બેઠકો મુજબનું પ્રી-પોલ સર્વે જોઈએ તો સૌનું ધ્યાન ઉતરપ્રદેશ પર સૌથી વધુ છે. અહી 403 બેઠકોનો જંગ છે અને ભાજપે ફરી 300થી વધુ બેઠકોનો લક્ષ્‍યાંક રાખ્યો છે પણ આ ચૂંટણીમાં પક્ષને તે પાર પાડવામાં નિરાશા સાંપડી શકે છે. પક્ષ અહી 213થી 221 બેઠકો સુધી સમેટાઈ શકે છે જેથી સતા જળવાઈ રહેશે.

જયારે સમાજવાદી પક્ષ જે હાલ ભાજપને મુખ્ય પડકાર ફેંકી રહ્યું છે તેને 152-160 બેઠકો મળશે તેવું ચિત્ર દર્શાવાયું છે. બસપાને 16થી20 બેઠકો, કોંગ્રેસને 6-10 બેઠકો તથા અન્યને 2થી6 બેઠકોનો અંદાજ છે.

ઉતરપ્રદેશ પછી બીજું મોટું રાજય પંજાબ છે. જયાં આગામી વર્ષે જ ચૂંટણી છે અને અહી કોંગ્રેસ પક્ષનું શાસન છે પણ પક્ષમાં પુર્વ મુખ્યમંત્રી અમરીન્દરસિંહે ભંગાણ કરીને જુદો ચોકો કર્યો છે અને ભાજપની ચિંતા અકાલીદળ વગર તેણે પ્રથમ ચૂંટણી લડવાની છે તો દિલ્હીની તાકાતના આધારે આમ આદમી પાર્ટી હવે પંજાબમાં સતા હાંસલ કરવા માંગે છે. રાજયની કુલ 116 બેઠકોમાં પ્રી-પોલ સર્વેમાં આમ આદમી પાર્ટી; 45-53 બેઠકો સાથે કોંગ્રેસ પક્ષ 42થી50 બેઠકો અને અકાલીદળ 16-24 બેઠકો સાથે ભાજપ-કેપ્ટનનો પક્ષ 1-2 બેઠકોથી સમેટાય તો પંજાબમાં ત્રિશંકુ વિધાનસભામાં કોઈ બે પક્ષોએ સરકાર રચવા સાથે આવવું પડે તેમાં કોંગ્રેસ અકાલીદળ સાથે આવે તેવી શકયતા વધુ છે.

ઉતરાખંડની ચૂંટણી ઉતરપ્રદેશ સાથે જોડાયેલી છે અને આ રાજયની વિધાનસભાની 70 બેઠકોમાં હાલના શાસક ભાજપને 36-40 બેઠકો સાથે પાતળી બહુમતી મેળવી શકે છે અને કોંગ્રેસ પક્ષ 30-34 બેઠકોથી અટકી જશે જયારે આ નાના રાજયમાં આમ આદમી પાર્ટી જોર કરી રહી છે પણ તેને વધુમાં વધુ 2 બેઠકો મળી શકે છે ત્યારે અન્યને એક બેઠક મળશે. ભાજપે મુખ્યમંત્રી બદલવામાં નવો રેકોર્ડ કર્યો તે પણ દાવ બહું સફળ થતો નથી તે ચિત્ર છે.

ગોવા જે 40 બેઠકોની ધારાસભા છે ત્યાં આ ચૂંટણીમાં ભાજપ જે સતા પર છે તેનો મુકાબલો કોંગ્રેસ સ્થાનિક પક્ષ ઉપરાંત પ્રથમ વખત પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી એ રાજય બહાર ચૂંટણી લડવામાં ગોવાને પસંદ કર્યુ છે અને તેઓ મોટાભાગે કોંગ્રેસ કે નાના પક્ષોને તોડીને તેના પક્ષને મજબૂત કરી રહ્યા છે. ભાજપ અહી 19-23 બેઠકો સાથે ફરી સતા મેળવી શકે છે. કોંગ્રેસ પક્ષ 2થી6 બેઠકો સુધી સમેટાઈ જશે અને આમ આદમી પાર્ટી જયાં કેજરીવાલ વારંવાર આ રાજયનો પ્રયાસ કરે છે તેને 3થી7 બેઠકો અને મમતા તથા અન્ય નાના પક્ષોને 8-12 બેઠકો મળી શકે.

ભાજપને જો બહુમતીમાં થોડી બેઠકો ઓછી મળે તો ફરી પક્ષાંતરના ખેલ બનશે. મણીપુરમાં 60 બેઠકોની યોજાનારી ધારાસભા ચૂંટણીમાં ભાજપે ચૂંટણી લડયા વગર જ પક્ષાંતરની સતા મેળવી છે અને તેમાં ધારાસભ્યોના પક્ષાંતરનો વિવાદ છેક સુપ્રીમ સુધી ગયો છે. જેમાં હવે વિધાનસભા અધ્યક્ષે નિર્ણય લેવાનો છે પણ ચૂંટણી આવી જશે તેથી આ ચુકાદો કોઈ મોટી અસર કરશે નહી. સિવાય કે સરકાર બહુમતી ગુમાવે તો રાષ્ટ્રપતિ શાસનમાં ચૂંટણીઓ યોજાઈ શકે છે.

ભાજપ અહી 25-29 બેઠકો મેળવશે તેવું આ સર્વે કરે છે. કોંગ્રેસ પક્ષ તેની આસપાસ 20થી24 બેઠકો એનપીએફ 4થી8 અને અન્ય 3થી7 બેઠકો મેળવે તો ભાજપ અથવા કોંગ્રેસને સરકાર બનાવવા માટે એનપીએફ કે અન્યની મદદ લેવી પડશે.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles