fbpx
Thursday, April 25, 2024

પ્રેમ પ્રકરણ કે જાસૂસી: અમદાવાદમાં રહેતી બાંગ્લાદેશી મહિલા પકડાઇ

SOGએ 3 વર્ષથી ખોટા ડોક્યુમેન્ટના આધારે રહેતી મહિલાની ધરપકડ કરીશીરીના હિતેશ જોશીને મળવા ટુરિસ્ટ વિઝા પર અમદાવાદ આવીમહિલાને પ્રેમીથી લિવ ઇનમાં રહેતા એક દીકરી પણ થઇ

અમદાવાદ ગ્રામ્ય SOGએ છેલ્લા 3 વર્ષથી ખોટા ડોક્યુમેન્ટના આધારે અમદાવાદમાં રહેતી બાંગ્લાદેશી મહિલાની ધરપકડ કરી છે.

જેમાં જાસૂસી પ્રકરણ છે કે પછી પ્રેમ પ્રકરણ તે પોલીસ તપાસ કરી શકે છે. ફોટોમાં દેખાતી મહિલાનું નામ શીરીના હુસેન છે. જેમાં અમદાવાદના બોપાલમાં રહેતા હિતેશ જોશીનો સંપર્ક ફેસબુક મારફતે બાંગ્લાદેશમાં રહેતી આ શીરીના હુસેન સાથે થયો હતો. અને પછી આ મિત્રતા પ્રેમમાં પરિણમી હતી.

છેલ્લા 3 વર્ષથી હિતેશ સાથે લિવ ઇનમાં અમદાવાદમાં રહેતી

જેમાં શીરીના હિતેશ જોશીને મળવા ટુરિસ્ટ વિઝા પર અમદાવાદ આવી હતી. પણ પછી તે પાછી બાંગ્લાદેશ પરત ફરી નહીં. અને છેલ્લા 3 વર્ષથી હિતેશ સાથે લિવ ઇનમાં અમદાવાદમાં રહેતી હતી. ઉલ્લેખનિય છે કે શીરીનાએ હિતેશ સાથે સોનુ બનીને રહેતી હતી. અને તેમના લિવ ઇનમાં એક દીકરી પણ થઇ છે. શીરીના બાંગ્લાદેશ પરત જવા ના માંગતી હોવાથી તેને ભારતમાં ધર્મ બદલી ખોટું નામ ધારણ કરીને રહેતી હતી. અને આજ નામ ધારણ કરી ખોટું આધારકાર્ડ અને પાનકાર્ડ બનાવ્યું હતું.

પોલીસને મહિલા પાસેથી ભારતીય અને બાંગ્લાદેશી પાસપોર્ટ જપ્ત કર્યો

ભારતીય હોવાના પુરાવાના આધારે ખોટો ભારતીય પાસપોર્ટ પણ બનાવ્યો હતો. પોલીસને મહિલા પાસેથી ભારતીય અને બાંગ્લાદેશી પાસપોર્ટ તેમજ પાનકાર્ડ અને આધારકાર્ડ મળી આવ્યા છે. તેમજ અમદાવાદ ગ્રામ્ય SOGએ આરોપી મહિલાની ધરપકડ કરી તેની પૂછપરછ હાથ ધરી હતી.

મહિલાએ ભારતમાં આવી ખોટા ડોક્યુમેન્ટ બનાવ્યા

ઉલ્લેખનિય છે કે બાંગ્લાદેશી મહિલા પકડવાની આ પહેલી ઘટના નથી. પણ મહિલાએ જે રીતે ખોટા ડોક્યુમેન્ટ બનાવ્યા હતા કદાચ તેના કારણે પોલીસ તેના સુધી પહોંચી શકી ન હતી. ત્યારે મહિલાની પૂછપરછમાં મહિલા ખરેખર પ્રેમ પકારણ કે પછી જાસૂસીના કામે આવી હતી કે પછી અન્ય ઉદ્દેશ હતો તે બહાર આવશે.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles