fbpx
Friday, March 29, 2024

ટૂંકા કપડા પહેરવા છતાં પણ છોકરીઓને કેમ નથી લાગતી ઠંડી, આ રહ્યો જવાબ

તમે જોયું જ હશે કે શિયાળાની કડકડતી ઠંડી હોય કે પછી તે નવા વર્ષની પાર્ટી હોય કે લગ્ન, મહિલાઓ ગરમ વસ્ત્રો પહેરવાનું ટાળે છે. આવી સ્થિતિમાં તમારા મનમાં આ સવાલ આવ્યો જ હશે કે, ઓછા કપડામાં તેમને ઠંડી કેમ નથી લાગતી ? કેટલાક દેશો એવા છે, જ્યાં 12 મહિના સુધી ઠંડી રહે છે, ત્યાં પણ છોકરીઓ નાના કપડા પહેરીને નાઈટક્લબમાં જાય છે, તો તેઓ કેવી રીતે મેનેજ કરશે ?

આ સામાન્ય પ્રશ્નનો હવે ‘વૈજ્ઞાનિક’ જવાબ મળી ગયો છે.
બ્રિટિશ જર્નલ ઑફ સોશિયલ સાયકોલોજીમાં એક અભ્યાસ પ્રકાશિત થયો હતો, જેમાં વૈજ્ઞાનિકોએ સંશોધન રજૂ કર્યું છે કે સુંદર છોકરીઓ ટૂંકા કપડાંમાં ઠંડીને કેવી રીતે હરાવી શકે છે ? તેમણે વર્ષ 2014માં આ સંબંધમાં કરાયેલા કાર્ડી બીના દાવા પર પણ સંશોધન કર્યું છે. અભ્યાસમાં સામેલ ફેલિગ નામના સંશોધકે પણ ઝશસઝજ્ઞસ દ્વારા તેમની શોધ લોકો સુધી પહોંચાડી. તેમણે કહ્યું કે જ્યારે પણ કોઈ મહિલા પોતાની જાતને એક વસ્તુ તરીકે સમજવા લાગે છે ત્યારે તે પોતાની આંતરિક સ્થિતિને ઓળખવાની કોશિશ પણ કરતી નથી. કાર્ડી બીએ પણ તેના સંશોધનમાં આ જ કહ્યું. નવા સંશોધનમાં સંશોધકો અત્યંત ઠંડીમાં મહિલાઓ સાથે વાત કરવા ક્લબમાં આવ્યા હતા. 4 થી 10 ડિગ્રી તાપમાનમાં પણ આ મહિલાઓ ઓછા કપડામાં હોવાથી તેમને ઠંડીનો અહેસાસ ન થયો. છેવટે, વૈજ્ઞાનિકોએ સંશોધનના પરિણામે તારણ કાઢ્યું કે શરદી ફક્ત ત્યારે જ થાય છે જ્યાં સુધી તમે તમારી ત્વચા સાથે માનસિક રીતે જોડાયેલા હોવ. જે મહિલાઓ પોતાનું ધ્યાન સેલ્ફ ઓબ્જે ક્ટિફિકેશન પર કેન્દ્રિત કરે છે અને પોતાની બાહ્ય સુંદરતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, તેઓને ઠંડી પણ ઓછી લાગે છે. જેનું ધ્યાન દેખાવ પર ઓછું હોય છે તેઓને ઠંડી લાગે છે, જ્યારે જેઓ દેખાવ પર વધુ ધ્યાન આપે છે તેમને ઓછા કપડામાં પણ ઠંડી નથી લાગતી.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles