fbpx
Thursday, April 25, 2024

Raymond કંપનીના પૂર્વ ચેરમેન વિજયપત ભાડાના ઘરમાં રહેવા થયા મજબુર, દીકરા માટે કહી એવી વાતો કે.

કપડાંની ફેમસ બ્રાન્ડ રેમંડ ગ્રુપના પૂર્વ ચેરમેન વિજયપત સિંઘાનિયાના જીવન પર બનેલ બુક એન ઈંકમ્પ્લીટ લાઈફ પર પ્રતિબંધ લાગી ગયો છે. આ પુસ્તકના વિતરણ, પ્રસાર અને પ્રિન્ટિંગ પર પ્રતિબંધ રહેશે. આ નિર્ણય હાઇકોર્ટ દ્વારા લેવામાં આવ્યો છે. રેમંડ ગ્રુપના વર્તમાન ચેરમેન અને વિજયપત સિંઘાનિયાના દીકરા ગૌતમ સિંઘાનિયાએ હમણાં પોતાના પિતા સાથે કાનૂની લડાઈ લડી રહ્યા છે.

આજથી લગભગ 3 વર્ષ પહેલા રેમન્ડ ગ્રૂપના પૂર્વ ચેરમેન વિજયપત સિંઘાનિયાએ તેમની બાયોગ્રાફી AN INCOMPLETE LIFE લખી હતી, જેના પર ગૌતમ સિંઘાનિયાએ તેમના પર આરોપ લગાવ્યો હતો કે તેમાં ઘણી અપમાનજનક વાતો લખવામાં આવી હતી અને ગૌતમ સિંઘાનિયાએ તેમની વિરુદ્ધ કોર્ટનો સંપર્ક કર્યો હતો.

રેમંડ લિમિટેડ અને તેના પ્રમુખ ગૌતમ સિંઘાનિયાએ પોતાના પિતા વિજયપતની બુકને લઈને ત્રણ વર્ષ પહેલા ન્યાયાલયમાં કેસ કર્યો હતો. ગૌતમ સિંઘાનિયાએ થાણેની સેશન કોર્ટમાં અને તે સિવાય મુંબઈની એક દીવાની અદાલતમાં પણ કેસ નોંધાવ્યો હતો. ગૌતમ શીંઘણીયાએ અદાલત પાસે આ બાબતે હસ્તક્ષેપ કરવા માટે આગ્રહ કર્યો છે.

તમને જણાવી દઈએ કે 83 વર્ષીય વિજયપત સિંઘાનિયાના પુત્ર ગૌતમ સિંઘાનિયા સાથેના સંબંધો સારા નથી. આવી સ્થિતિમાં સપ્ટેમ્બર 2018માં ગૌતમ સિંઘાનિયાએ તેમના પિતા દ્વારા લખાયેલા પુસ્તક સામે વાંધો ઉઠાવ્યો હતો અને ત્યારબાદ ગૌતમ સિંઘાનિયા પિતા વિજયપત સિંઘાનિયા વિરુદ્ધ કોર્ટમાં પહોંચ્યા હતા.

એપ્રિલ 2019માં થાણે શેષ કોર્ટ દ્વારા વિજય સિંઘાનિયાના પુસ્તક વિમોચન કાર્યક્રમ ઉપર રોક લગાવી દીધો છે. એ પછી આ વિવાદ ઠંડો થઇ ગયો હતો. ગયા ગુરુવારના દિવસે રેમંડ કંપની અને તેના પ્રમુખ ગૌતમ સિંઘાનિયા આ મામલે ફરી કોર્ટમાં પહોંચ્યા હતા, ત્યાં તેમણે હાઇકોર્ટને જણાવ્યું હતું કે તેમના પિતાએ છાનામાના આ બુકના 232 પેજ રિલીઝ કરી દીધા હતા. આ પાર ન્યાયમૂર્તિ એસપી તાવડેએ પુસ્તકના વેચાણ, પ્રસાર અને વિતરણ પર રોક લગાવી દીધો છે.

તમને જણાવી દઈએ કે એક સમયે વિજયપત સિંઘાનિયા 12 હજાર કરોડના માલિક હતા અને તેમનું નામ દેશના જાણીતા ઉદ્યોગપતિઓમાં લેવામાં આવતું હતું પરંતુ હવે તેઓ મુંબઈમાં ભાડાના મકાનમાં રહેવા માટે મજબૂર છે. તેમનો આરોપ છે કે તેમના પુત્ર ગૌતમ સિંઘાનિયાએ તેમની પાસેથી ઘર અને કાર છીનવી લીધી છે.

તમને જણાવી દઈએ કે 2015માં વિજયપત સિંઘાનિયાએ 1 હજાર કરોડ રૂપિયાના પોતાની કંપનીના શેર પોતાના દીકરા ગૌતમ સિંઘાનિયાના નામે કરી દીધા હતા. થોડા સમય પછી વિજયપત સિંઘાનિયાએ પોતાના દીકરા પર આરોપ લગાવ્યો હતો કે તે સીએમડી બનવાના ખોટા ઉપયોગ કર્યો અને તેમની બધી સંપત્તિ પોતાના નામે કરી લીધી અને મને એક એક રૂપિયા માટે તરસાવી દીધો અને હવે આ કોર્ટના નિર્ણયને લીધે વિજયપત સિંઘાનિયા પર બીજો એક મોટો ઝાટકો લાગ્યો છે.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles