fbpx
Saturday, April 1, 2023

બાવળિયાનો ધમકીભર્યો અંદાજ:કહ્યુ – ‘ભાજપ ટિકિટ આપવામાં રમત રમશે તો હું જોઇ લઇશ

- Advertisement -
- Advertisement -
- Advertisement -
- Advertisement -

કોંગ્રેસમાંથી ભાજપમાં પ્રવેશ મેળવી સીધા જ કેબિનેટ મંત્રી બનનાર કુંવરજી બાવળિયા નવા મંત્રીમંડળમાં ગયા હતા, ભાજપની નો રિપીટ થિયરી આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ લાગુ પડે તો અનેક ધારાસભ્યો પર જોખમ ઊભું થશે બાવળિયાએ કહ્યું હતું કે, જો ટિકિટ નહીં મળે તો ત્યારે જોઇ લઇશું.

ટિકિટ માટે પોતાની દાવેદારીને મજબૂત કરતા જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રની આઠ બેઠક પર કોળી સમાજનું પ્રભુત્વ છે અને ભાજપ કોળી સમાજ સાથે અન્યાય કરશે તો તેને વિધાનસભાની સીટો ગુમાવવાનો વારો આવશે.

આ શબ્દો બોલ્યા બાદ બાવળિયાને વાસ્તવિક સ્થિતિ સમજાઇ હતી અને મૌન સેવી લીધું હતું, જોકે આ શબ્દોના ઘેરા પડઘા પડવાનાં એંધાણ વર્તાઇ રહ્યા છે. ભાજપના મોવડી મંડળને દબાવવાના પ્રયાસરૂપે બાવળિયા ઉત્સાહમાં જે બોલી ગયા બાદ તેમણે એવું પણ કહ્યું હતું કે, પોતે હાલમાં ભાજપમાં જ છે અને ભાજપ તેમને ટિકિટ આપશે.

- Advertisement -

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles