fbpx
Thursday, March 28, 2024

ફેક્ટ ચેક/ પાકિસ્તાનને હરાવ્યા પછી ઓસ્ટ્રેલિયાના સમર્થકોએ લગાવ્યા ‘ભારત માતા કી જય’ના નારા ? જાણો શું છે સત્ય

સોશિયલ મીડિયા પર ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના એક ફેનનો વિડિયો વાયરલ થઇ રહ્યો છે. વિડીયોમાં ઓસ્ટ્રેલિયા ટીમની જર્સી પહેરી ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ના નારા લગાવી રહ્યો છે. દાવો છે કે આ વિડીયો 11નવેમ્બરે થયેલ ટી20 વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયા-પાકિસ્તાનની સેમિફાઇનલ મેચ દરમિયાનનો છે.

પાકિસ્તાનને હરાવ્યા પછી સ્ટેડિયમમાં હાજર એક ઓસ્ટ્રેલિયા ટીમના એક ફેન્સે આ નારા લગાવ્યા હતા.

વાયરલ વિડીયોનું સત્ય જાણવા માટે એનાથી જોડાયેલ કી-વર્ડ્સ ગુગલ પર સર્ચ કરવામાં આવ્યા છે. સર્ચ રિઝલ્ટમાં આ વિડીયો ખબર સાથે ઘણી વેબસાઈટ પર મળી. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ વિડીયો જાન્યુઆરી 2021માં ભારત-ઓસ્ટ્રલિયા વચ્ચે રમાયેલ ફાઇનલ ટેસ્ટનો છે. ટીમ ઇન્ડિયાએ બ્રિસ્ટન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને 3 વિકેટે હરાવી ચાર મેચની સિરીઝ 2-1એ જીતી લીધી હતી.

આ વિડીયો એ જ મેચ સમયનો છે. જયારે ઓસ્ટ્રેલિયા ટીમના એક ફેને ભારતીય સમર્થકો સાતે મળી નારા લગાવ્યા હતા. આ પ્રકારનો સોશિયલ મીડિયા પર કરવામાં આવેલ દાવો ખોટો છે. આ વિડીયો ટી 20 વર્ડલ કપ ઓસ્ટ્રેલિયા-પાકિસ્તાન સેમિફાઇનલ મેચનો નહિ પરંતુ જાન્યુઆરી 2021માં થયેલ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે થયેલ ફાઇનલ ટેસ્ટનો છે.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles