fbpx
Thursday, April 25, 2024

રાહુલ દ્રવિડે કોચ બનતા જ બધા ખેલાડીઓને ખાનગીમાં શું પૂછયું?

દ્રવિડે બધા ખેલાડીઓ સાથે ખાનગીમાં વાત કરી

બધા જ ખેલાડીઓને આગામી સીરીઝમાં તક અપાશે તેમ દ્રવિડે કહ્યું

દ્રવિડે દરેક ખેલાડીને અલગ-અલગ બોલાવ્યા અને તેના માનસિક અને શારીરિક ફિટનેસની સ્થિતિ અંગે પૂછયું

દિગ્ગજ ક્રિકેટર રાહુલ દ્રવિડને ભારતીય ક્રિકેટ ટીમના નવા હેડ કોચ બનાવ્યા છે.

નિયમિત કોચ બનાવ્યા બાદ ન્યૂઝીલેન્ડની વિરૂદ્ધ આગામી સીરીઝ દ્રવિડના માર્ગદર્શન હેઠળ ભારતની પહેલી સીરીઝ હશે. કીવી ટીમ ભારતનો પ્રવાસ કરશે ત્યારે ત્રણ ટી20 અને 2 ટેસ્ટ મેચ રમાશે. રાહુલ દ્રવિડ પહેલેથી યુવાનોને તૈયાર કરવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી રહ્યા હતા. તેઓ પહેલાં ભારત-એ કોચ અને નેશનલ ક્રિકેટ અકાદમી (NCA)ના ડાયરેકટર પણ રહ્યા. પોતાની કેરિયરમાં 500થી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમનાર રાહુલ દ્રવિડ પર હવે અગત્યની જવાબદારી છે. એ જોવાનું દિલચસ્પ રહેશે કે ટીમ ઇન્ડિયા તેમના માર્ગદર્શનમાં કેવું પ્રદર્શન કરે છે.

રાહુલ યુવાનો સાથે વધુ શ્રેષ્ઠ સંવાદ કરે છે અને તેના કેટલાંય ઉદાહરણ છે. હવે જ્યારે તેમને હેડ કોચ બનાવામાં આવ્યા તો તેમણે તમામ ખેલાડીઓ સાથે ખાનગીમાં વાતચીત કરી અને તેમણે વિશ્વાસ વ્યકત કર્યો કે આગામી સીરીઝમાં તક અપાશે તેમ સૂત્રોએ કહ્યું.

BCCIએ શુક્રવારના રોજ બે ટેસ્ટ મેચોની સીરીઝ માટે ભારતની ટીમની જાહેરાત કરી. સૂત્રોના મતે દ્રવિડે ખેલાડીઓ સાથે વન ટુ વન વાતચીત કરી એટલે કે તમામને બોલાવ્યા અને ખાનગી રીતે તમામને વાત કરી.

સૂત્રોના મતે દ્રવિડે દરેક ખેલાડીને અલગ-અલગ બોલાવ્યા અને તેના માનસિક અને શારીરિક ફિટનેસની સ્થિતિ અંગે પૂછયું. એટલું જ નહીં દ્રવિડની સાથે કહ્યું કે જો તેઓ ફિટ મહેસૂસ કરી રહ્યા નથી અને જો જરૂર હોય તો આરામ કરે. દ્રવિડે તમામ સાથે વાતચીત દરમ્યાન તેમને ભારતીય ટીમમં તેમની જગ્યા મળવાને લઇ આશ્વાસન પણ આપ્યું. વધુમાં કહ્યું કે ભલે યુવા ખેલાડી સારું પ્રદર્શન કરે કે સિનિયર ખેલાડી શ્રેષ્ઠ કરે, દરેક ખેલાડીને તક મળશે. સાથો સાથ આ અંગે સંક્ષિપ્ત વાતચીત કરી કે તેઓ ખુદ ભારતીય ક્રિકેટ ટીમના દરેક ખેલાડી પાસેથી શું આશા વ્યક્ત કરી રહ્યા છે.

દ્રવિડના કેરિયરની વાત કરીએ તો તેમણે 164 ટેસ્ટ, 344 વનડેસ અને 1 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ પોતાની કેરિયરમાં રમ્યા છે. તેમણે ટેસ્ટમાં 36 સદી અને 63 અડધી સદીના બદલે કુલ 13283 રન બનાવ્યા છે. તેમણે વનડેમાં 12 સદી અને 83 અડધી સદી કરી છે અને કુલ 10889 રન બનાવ્યા. ફર્સ્ટ કલાસ કેરિયરમાં તેમના નામે 23794 રન નોંધાયા છે.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles