fbpx
Friday, April 19, 2024

PASSPORT RENEW કરવા માટેના નિયમો બદલાયા, હવે આ રીતે ઘરેબેઠાં પતી જશે કામ

હવે કોરોના મહામારીનું જોખમ મહદ અંશે ઓછુ થઈ જતા હવે લોકો વિદેશ જવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. જો તમે પણ આ પ્લાનિંગમાં સામેલ છો તો આ સમાચાર તમારા માટે છે. વિદેશ જવા માટે પાસપોર્ટ ખૂબ જરૂરી છે, આવી સ્થિતિમાં જો પાસપોર્ટની વેલિડીટી પૂર્ણ થવાની હોય તો અથવા થઈ ચૂકી હોય તો આ સ્ટેપ્સ ફોલો કરી તમે સરળતાથી પાસપોર્ટ રિન્યૂ કરાવી શકશો.

સ્ટેપ ટુ સ્ટેપ પ્રોસેસ-
સ્ટેપ- 1 આ રીતે ભરો ફોર્મ
– સૌથી પહેલા પાસપોર્ટ સેવાના ઓનલાઈન પોર્ટલ પર જઈને લોગઈન કરજો
– એપ્લાઈ ફોર ફ્રેશ પાસપોર્ટ/ રિન્યૂ ઓફ પાસપોર્ટ વાળી લિંક પર ક્લિક કરો
– ત્યારબાદ, ઓલ્ટરનેટિવ વન વાળા ઓપ્શન પર ક્લિક કરો અને ત્યારબાદ નવું પેજ ખુલી જશે
– જો તમે ઈચ્છો તો એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરીને પણ ભરી શકો છો.
– ત્યારબાદ આ ફોર્મ ભર્યા પછી વેબસાઈટ પર અપલોડ કરી શકાશે
– જો ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો ‘fill the application form online’ પર ક્લિક કરો

સ્ટેપ-2 અપોઈમેન્ટ લેવી છે જરૂરી-
– ઓનલાઈન ફોર્મના ઓપ્શન પર ક્લિક કર્યા બાદ તમારે જરૂરી ડિટેઈલ્સ સબમિટ કરવી પડશે
– ત્યારબાદ લોગઈન કર્યા બાદ, પહેલું પેજ ખુલશે જ્યા સબમિટ એપ્લિકેશન પર ક્લિક કરો
– હવે પેમેન્ટ કરવા માટે રેડિયો બટન પર ક્લિક કરો
– Pay and Schedule Appointmentના વિકલ્પ પર ક્લિક કરો
– ઓનલાઈન પેમેન્ટના વિકલ્પને સિલેક્ટ કર્યા બાદ આગળ વધો
– તમને જણાવી દઈએ કે પાસપોર્ટ ઓફિસમાં અપોઈન્ટમેન્ટ બુક કરવા માટે ઓનલાઈન પેમેન્ટ કરવું ખૂબ જરૂરી છે.

સ્ટેપ-3 આ રીતે લો અપોઈમેન્ટ-
– હવે તમારા મોબાઈલ પર તમારા નજીકના પાસપોર્ટ સેવા કેન્દ્રોના નામની લિસ્ટ આવશે
– ત્યારબાદ તમારા સમયની અનુકૂળતાએ અપોઈમેન્ટની તારીખ અને સમય નક્કી કરો
– હવે પે અને બુક અપોઈમેન્ટ પર ક્લિક કરો
– પેમેન્ટ પૂર્ણ કર્યા બાદ ફરી પાસપોર્ટ સેવાની વેબસાઈટ પર જાઓ
– અહીં તમને હવે અપોઈમેન્ટ કન્ફર્મનું પેજ જોવા મળશે
– અહી તમને તમામ વિગતો જોવા મળશે
– એપ્લિકેશનની પ્રિન્ટ કાઢવા માટે પ્રિન્ટ એપ્લિકેશન પર ક્લિક કરો, આ દરમિયાન અપોઈમેન્ટ નંબર હોવો જરૂરી છે.

સ્ટેપ-4 પાસપોર્ટ ઓફિસ જતા પહેલા આ દસ્તાવેજ સાથે રાખો-
– પાસપોર્ટ ઓફિસ જતા પહેલા પ્રિન્ટની રિસીપ્ટ સાથે રાખો
– સ્લિપ દેખાડ્યા બાદ તમને ત્યા એન્ટ્રી મળશે
– ત્યારબાદ ત્યા તમારી પાસેથી ડોક્યુમેન્ટ્સ માગવામાં આવશે
– તમારા ફોટા સાથે ડોક્યુમેન્ટ્સ આપી દો
– ફોટાની સાથે તમારી સહી પણ આપવી પડશે, આ સહી તમારા પાસપોર્ટ પર પણ જોવા મળશે

સ્ટેપ -5 આ રીતે તમારા પાસપોર્ટના સ્ટેટ્સને કરો ટ્રેક-
– હવે તમને એક સ્લિપ મળશે, જેની મદદથી તમે તમારા પાસપોર્ટના સ્ટેટ્સને ટ્રેક કરી શકશો
– ત્યારબાદ પોલીસ વેરીફિકેશન આવશે, અને એક અઠવાડિયા પછી તમારો પાસપોર્ટ પોસ્ટની મારફતે તમારા ઘરે પહોંચી જશે
– પાસપોર્ટ મળ્યા બાદ તમારા જૂના પાસપોર્ટને પાસપોર્ટ ઓફિસ લઈ જાઓ
– અહીં તમારા જૂના પાસપોર્ટને જમા કરાવો
– પાસપોર્ટ ખોવાઈ ગયો હોય કે ચોરી થયો હોય તો પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ કરજો

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles