fbpx
Friday, March 29, 2024

દેશના અર્થતંત્ર અંગે આજે સીતારમણની રાજ્યોના CM અને નાણામંત્રીઓ સાથે મહત્વની બેઠક

કોરોના પર કાબુ મેળવાતા દેશનું અર્થતંત્ર ફરી પાટા પર આવી રહ્યું છે. મોદી સરકાર અર્થતંત્રને વધુ વેગ આપવા વિવિધ પગલા લઇ રહી છે. જેના ભાગરૂપે નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાણામંત્રીઓ સાથે મહત્વની બેઠક કરવાનાં છે. જેમાં કેન્દ્રના મુખ્ય અધિકારીઓ પણ ભાગ લેશે.

મીડિયાના અહેવાલ મુજબ આ બેઠકમાં દેશના વિકાસને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીત કોરોબારી માહાલ સર્જવા અને રોકાણને આકર્ષિત કરવાના ઉપાયો પર ચર્ચા થશે.

નાણામંત્રી સીતારમણે ટ્વીટ કરી છે કે….

આજે થનારી આ વર્ચ્યુઅલ બેઠકમાં નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરી અને ભાગવત કરાડ પણ સામેલ રહેશે. ઉપરાંત કેન્દ્રના વિવિધ મંત્રાલયોના સચિવ, રાજ્યોના મુખ્ય સચિવો અને નાણા સચિવો પણ હાજર રહેશે.

નાણા મંત્રાલયે આ અંગે જણાવ્યું છે કે બેઠકમાં `બેઠકમાં ચર્ચાનો વિષય રોકાણને વધારવા માટે અનુકુલ પરિસ્થિતિ મુજબની સિસ્ટમનું નિર્માણ કરવાનો છે. ઉપરાંત વિકાસને પ્રોત્સાહન, સુધાર, રોકાણને પ્રોત્સાહન અને સુધાર આધારિત કારોબારી માહોલના નિર્માણ માટે પણ ચર્ચા થશે.

નોંધનીય છે કે આ બેઠક કોરોનાની બે લહેરો બાજ અર્થતંત્રમાં ઝડપી પુનરોદ્ધાર અને સરકરાના નાણાકીય ખર્ચના વધારવાના પ્રયાસો વચ્ચે બોલાવવામાં આવી છે. અગાઉ કેન્દ્રીય નાણા સચિવ ટીવી વી સોમનાથને ગત સપ્તાહે આ બેઠકનો સંકેત આપતા જણાવ્યું હતું કે વધઉ રોકાણ અને વૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે રાજ્યસ્તરે અવસર અને પડકારોના મુદ્દે ચર્ચા થવાની છે.

સોમનાથને જણાવ્યું હતું કે સરકાર નાણાકીય ખર્ચ કરી રહી છે અને ખાનગી ક્ષેત્ર તરફથી સકારાત્મક પ્રતિક્રિયા પણ મળી રહી છે. પરંતુ તે હજુ સુધી મોટા પાયે રોકાણમાં પરિવર્તિત થયું નથી.

નોંધનીય છે કે ગત નાણાવર્ષ 2020-21માં કોવિડ-19 મહામારીને કારણે ભારતીય અર્થતંત્રમાં 7,3 ટકાનો ઘટાડો નોંધાયો હતો. પરંતુ ચાલુ નાણાવર્ષની પ્રથમ એપ્રિલ-જૂનના ક્વાટરમાં દેશના અર્થતંત્રમાં 20.1ના દરે વધારો થયો છે.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles