રાજકોટ સહિત દેશ વિદેશમા જાણીતા ઉદ્યોગપતિ એવા બાન લેબ્સ કંપનીના માલિક મૌલેશભાઈ ઉકાણીના પુત્ર જય ઉકાણીના ત્રિ દિવસીય શાહિ લગ્ન સમારોહ હાલ જોધપુર ખાતે આવેલ ઉમેદ ભવન પેલેસમા યોજાઈ રહ્યો છે. ત્યારે ત્રણ દિવસીય શાહી લગ્નોત્સવ સમારોહની શરુઆત તારીખ 14 નવેમ્બર રવિવારનાં રોજથી કરવામા આવી છે. શાહી લગ્નોતસ્વનો પ્રારંભ શાહી લગ્ન કંકોત્રીથી કરવામા આવ્યો હતો.
શાહી લગ્નોતસ્વની એક આમંત્રણ પત્રીકાનું વજન જ 4કિલોથી વધુનું હતું. તેમજ એક કંકોત્રી બનાવવા પાછળનો ખર્ચ 7000 રુપિયા સુધીનો થયો હતો.

ત્યારે શાહી લગ્નોતસ્વમાં હાજરી આપવા આવેલા મહેમાનોનું અદકેરુ સ્વાગત ઉમનેદ ભવન પેલેસ ખાતે કરવામા આવ્યુ હતુ. મહેમાનોને આવકારવવા માટે પ્રથમ પતિયાલા બેન્ડ ત્યારબાદ રોયલ નગારા અને બ્યુગલથી કરવામા આવ્યું હતું.

મહેમાનોએ પેલેસની અંદર પહોંચ્યા બાદ રાસ ગરબાની મોજ પણ માણી હતી. ખુદ મૌલેશભાઈ ઉકાણી સહિતના પરિવારજનોએ રાસ ગરબાની મોજ માણી હતી. પ્રથમ દિવસે શાહી લગ્નોત્સવ દરમિયાન મહેંદીની રસમ તેમજ સાંજે પેલેસના ફ્રન્ટ લોનમાં દ્વારીકાધીશની આરતી બાદમા રાસ ગરબાનું પણ આયોજન કરવામા આવ્યુ હતુ. સમગ્ર કાર્યક્રમને જાણીતી ગાયક કલાકાર ઐશ્વર્યા મજમુદ્દાર દ્વારા સફળ બનાવવામા આવ્યો હતો.

ત્યારે આજરોજ શાહી લગ્નોતસ્વ કાર્યક્રમ દરિમાયન પીઠીની રસમ તેમજ બોલિવુડ નાઈટનું આયોજન કરવામા આવ્યું હતું. જે બોલિવુડ નાઈટને સફળ બનાવવાની જવાબદારી જાણીતા મ્યુઝીક કંપોઝર અને સીંગર સચીન જીગર ને સોંપવામા આવી છે. આવતીકાલે જાન પ્રસ્થાન, જાન આગમન અને હસ્ત મેળાપ અને ફેરા સહિતની વિધીઓ યોજવામા આવશે.

ઉલ્લેખનીય છે કે, લગ્નમાં મુખ્ય ભોજન સમારંભમાં મહેમાનોને જે થાળી પીરસવામાં આવશે તેની કિંમત રૂપિયા 18000 છે. જોધપુરની ઉમેદ ભવન પેલેસ ભારતની સૌથી મોંઘી હોટલો પૈકીની એક ગણવામાં આવે છે. ઉમેદ ભવન પેલેસમાં 50,000 રૂપિયાથી પ્રતિ રાત રૂમ મળવો મુશ્કેલ છે.

તેમજ કેટલીક કેટેગરીમાં રૂમનું ભાડું બે થી ત્રણ લાખ રૂપિયા છે. જ્યારે honeymoon suiteનું ભાડું સાડા સાત લાખ રૂપિયા પ્રતિ નાઈટ છે.