પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ (PM Kisan Samman Nidhi Yojana), આગામી હપ્તાના રૂપિયા ટૂંક સમયમાં ખેડૂતોના ખાતામાં જમા થવાના છે. જો ખેડૂતો દસમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે, તો 15મી ડિસેમ્બરે ખાતામાં દસમા હપ્તાના 2,000 રૂપિયા આવશે. આનો અર્થ એ થયો કે સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ રજીસ્ટર્ડ ખેડૂતોના ખાતામાં દસમા હપ્તાના રૂ.
2,000 મોકલશે. તે જ સમયે, ગયા વર્ષે 25 ડિસેમ્બર 2020 ના રોજ, કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નાણાં ટ્રાન્સફર કર્યા હતા. અત્યાર સુધીમાં, સરકારે દેશના 11.37 કરોડથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં 1.58 લાખ કરોડ રૂપિયાથી વધુ સીધા ટ્રાન્સફર કર્યા છે.

આ ખેડૂતોને 4,000 રૂપિયા મળશે
તમને જણાવી દઈએ કે જે ખેડૂતોને હજુ સુધી 9મા હપ્તાનો લાભ મળ્યો નથી, તો તે લોકોના ખાતામાં એકસાથે બે હપ્તાના પૈસા આવશે એટલે કે તેમના ખાતામાં 4000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે. પરંતુ તમને જણાવી દઈએ કે આ સુવિધા ફક્ત તે ખેડૂતોને જ મળશે જેમણે 30 સપ્ટેમ્બર પહેલા રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

તમને પૈસા મળશે કે નહીં આ રીતે ચેક કરો
જો તમે પીએમ કિસાન યોજના માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે, તો તમારા માટે એ જાણવું મહત્વપૂર્ણ છે કે તમારું નામ આ યોજનાના લાભાર્થીઓની લિસ્ટમાં છે કે નહીં.
યાદીમાં તમારું નામ આ રીતે ચેક કરો
- સૌ પ્રથમ તમારે PM કિસાન યોજનાની ઓફિશિયલ વેબસાઇટ https://pmkisan.gov.in પર જવું પડશે.
- તેના હોમપેજ પર, તમે Farmers Cornerનો ઓપ્શન જોશો.
- Farmers Corner સેક્શનની અંદર, તમારે Beneficiaries List ઓપ્શન પર ક્લિક કરવું પડશે.
- પછી તમારે ડ્રોપ ડાઉન લિસ્ટમાંથી રાજ્ય, જિલ્લા, ઉપ જિલ્લા, બ્લોક અને ગામ પસંદ કરવાનું રહેશે.
- આ પછી તમારે Get Report પર ક્લિક કરવાનું રહેશે. આ પછી લાભાર્થીઓની સંપૂર્ણ લિસ્ટ દેખાશે, જેમાં તમે તમારું નામ ચેક કરી શકો છો.
આ રીતે ચેક કરો હપ્તાનું સ્ટેટસ
વેબસાઇટ પર પહોંચ્યા પછી, રાઇટ સાઇટએ ફાર્મર્સ કોર્નર (Farmers Corner) પર ક્લિક કરો. આ પછી બેનેફિશિયરી સ્ટેટસ(Beneficiary Status) ઓપ્શન પર ક્લિક કરો, ત્યારબાદ એક નવું પેજ ખુલશે. હવે તમારો આધાર નંબર, મોબાઈલ નંબર દાખલ કરો. આ પછી તમને તમારા સ્ટેટસ વિશે સંપૂર્ણ માહિતી મળશે.