fbpx
Wednesday, June 7, 2023

BIG NEWS / સૌરાષ્ટ્રના રાજકારણમાં સૌથી મોટી ઉથલપાથલના એંધાણઃ કોંગ્રેસના આ દિગ્ગજ નેતાની ભાજપના મંત્રી સાથે મુલાકાત

  • મંત્રી મુકેશ પટેલ અને અંબરીશ ડેર વચ્ચે મુલાકાત
  • જાફરાબાદમાં અબંરીશ ડેરના ફાર્મહાઉસ પર કરી મુલાકાત
  • મુકેશ પટેલ અને અંબરીશ ડેરની મુલાકાતથી રાજકારણ ગરમાયું

હજુ તો કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષના નામને લઈ ગોથા ખાઈ રહી છે. નવા નિમાયેલા પ્રભારી રઘુ શર્મા કોંગ્રેસને બેઠી કરવાનું વિચારી રહ્યા છે ત્યારે લાગી રહ્યું છે કોંગ્રેસ એક સાથે જોડાયા પહેલા જ તૂટી જશે.

રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલ અને MLA અંબરીશ ડેર વચ્ચે મુલાકાત થતાં કોંગ્રેસની ઊંઘ ઉડી છે.

જાફરાબાદમાં અંબરીશ ડેરના ફાર્મહાઉસ પર મુલાકાત
રાજ્ય સરકારના મંત્રી અને કોંગ્રેસના MLA વચ્ચે મુલાકાત થતાં ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. મંત્રી મુકેશ પટેલ અને અંબરીશ ડેર વચ્ચે અમરેલીના જાફરાબાદમાં અંબરીશ ડેરના ફાર્મહાઉસ પર બેઠક થઈ હતી. પહેલા તો બંને નેતાઓ વચ્ચે બંધ બારણે થઇ બેઠક બાદમાં ફાર્મ હાઉસ પર ખુલ્લામાં બેસી ફોટો સેશન પણ કર્યું હતું. મુલાકાતની વાત વહેતી થતાં જ સૌરાષ્ટ્રના રાજકારણમાં સૌથી મોટી ઉથલપાથલ થાય તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.

અંબરીશ ડેરે ટ્વીટ કરી શું કહ્યું?
મારા મિત્ર અને વિધાનસભાના સાથી અને રાજ્યકક્ષાના ઉર્જા મંત્રી શ્રી મુકેશ પટેલજી આજે આમારા મહેમાન બન્યા, તૌકેત વાવાઝોડા બાદ પીજીવીસીએલ માં TC ની અછત ના લીધે ખેડૂતોને તકલીફ ભોગવવી પડે છે એ સંદર્ભે રૂબરૂ અધિકારીઓને સૂચના આપી અને તાત્કાલિક યોગ્ય કરવા માટે કહ્યું.

આ ટ્વીટમાં ફોટો સાથે અંબરીશ ડેરે મુલાકાતની વાત સ્વીકારી છે પણ સાથે ફક્ત શુભેચ્છા મુલાકાત હોવાનું રટણ પણ કર્યું છે. ત્યારે ગુજરાતના રાજનીતિક વિશેષજ્ઞો આ મુલાકાતને અલગ રીતે જોઈ રહ્યા છે. હાલ તો કોંગ્રેસના MLAની મંત્રી સાથેની બેઠકથી કોંગ્રેસ તૂટતી હોય તેવુ દેખાઈ રહ્યું છે.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles