fbpx
Friday, March 29, 2024

ડેટા માહિતી છે અને ભવિષ્યમાં તે ઇતિહાસ નક્કી કરશે : વડા પ્રધાન મોદી

કન્ટ્રોલર અને ઓડિટર જનરલના પ્રથમ ઓડિટ દિવસના કાર્યક્રમમાં પીએમનું સંબોધન

વડા પ્રધાને દિલ્હીના કેગના વડામથકમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કર્યું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે જણાવ્યું હતું કે ડેટા માહિતી છે અનેતે ભવિષ્યમાં ઇતિહાસ નક્કી કરશે ભારતના કન્ટ્રોલર અને ઓડિટર જનરલ ના પ્રથમ ઓડિટ દિવસના કાર્યક્રમમાં બોલતાં વડા પ્રધાને જણાવ્યું હતું કે ઇતિહાસને વાર્તાઓના માધ્યમથી લખવામાં આવ્યો છે પણ 21મી સદીમાં ડેટા જ માહિતી છે અને આવનારા સમયમાં આપણા ઇતિહાસને ડેટાનો ઉપયોગ કરીને જોવાશે અને સમજવામાં આવશે ભવિષ્યમાં ડેટા જ ઇતિહાસને નિર્ધારિત કરશે .

તેમણે જણાવ્યંુ હતું કે કોન્ટેક્ટ લેસ કસ્ટમ્સ ડયૂટી ઓટોમેટિક ન્યૂવલ્સ ફેસલેસ એસેસમેન્ટ અને સર્વિસ ડિલિવરી માટે ઓનલાઇન અરજી જેવા સુધારાનો ઉલ્લેખ કર્યો હતો કે જેને પરિણામે અનાવશ્યક સરકારી હસ્તક્ષેપ સમાપ્ત થઈ ગયો છે તેમણે જણાવ્યું હતું કે જ્યારે સિસ્ટમમાં પારદર્શિતા લાવવામાં આવે છે ત્યારે પરિણામ જોવા મળે છે .

વિશ્વમાં સ્ટાર્ટ 
– અપ્સ માટે ભારત ત્રીજા ક્રમનું સૌથી મોટું ઇકોસિસ્ટમ છે અને પહેલેથી જ 50 યુનિકોર્ન છે તેમણે જણાવ્યું હતું કે નેશનલ ઓડિટર સીએજી દ્વારા માંગવામાં આવેલા દસ્તાવેજો ડેટા અને ફાઇલો સરકારી વિભાગો દ્વારા આપવી જોઈએ વડા પ્રધાને દિલ્હીના કેગના વડામથકે ભારતના પ્રથમ ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું .

વડા પ્રધાને કાર્યક્રમને સંબોધન કરતાં જણાવ્યું હતું કે એક સમય હતો કે જ્યારે દેશમાં ઓડિટને આશંકા એક ભય સાથે જોવામાં આવતું હતું કેગ વિરુદ્ધ સરકારો એવી આપણી વ્યવસ્થાની સામાન્ય માનસિકતા બની ગઈ હતી પણ આજે આ માનસિકતામાં બદલાવ આવ્યો છે આજે એડિટને વેલ્યૂ એડિશનનો મહત્ત્વપૂર્ણ હિસ્સો માનવામાં આવે છે .

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles