fbpx
Saturday, April 1, 2023

ફરી યુદ્ધના એંધાણ, 15 સૈનિકોના મોત અને 12થી વધુ સેના જવાન બનાવાયા બંધક

- Advertisement -
- Advertisement -
- Advertisement -
- Advertisement -

નાગેર્નો-કારાબાખમાં લાંબા ગાળાની શાંતિ બાદ આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે ફરી એકવાર યુદ્ધ ફાટી નીકળે તેવું લાગી રહ્યું છે. આર્મેનિયાનું કહેવું છે કે, અઝરબૈજાનના હુમલામાં તેના 15 સૈનિકો માર્યા ગયા છે અને 12 અન્યને કેદી લેવામાં આવ્યા છે. અઝરબૈજાન તરફથી હુમલાનો સામનો કરી રહેલા આર્મેનિયાએ રશિયાને મદદ માટે અપીલ કરી છે. આર્મેનિયાએ પણ સ્વીકાર્યું છે કે, તેણે તેના બે મોરચા ગુમાવ્યા છે.

આ સંઘર્ષ બાદ આર્મેનિયાએ પણ યુદ્ધવિરામ જાહેર કર્યો છે.

44 દિવસના યુદ્ધ બાદ ગયા વર્ષે આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે આ સૌથી ઘાતક સંઘર્ષ છે. ગયા વર્ષના યુદ્ધમાં ઓછામાં ઓછા 6,500 લોકો માર્યા ગયા હતા. તે જ સમયે અઝરબૈજાને મોટી સફળતા પ્રાપ્ત કરવાનું શરૂ કર્યું હતું. આ સંઘર્ષમાં આર્મેનિયાને કારાબાખમાં મોટો વિસ્તાર ગુમાવવો પડ્યો છે. જે બાદ રશિયાએ શાંતિ સમજૂતી કરી અને તેના બે હજાર શાંતિ રક્ષકોને આ વિસ્તારમાં તૈનાત કર્યા હતા.

ઓછામાં ઓછા 15 સૈનિકો માર્યા ગયા અને 12 અન્ય જીવતા પકડાયા

આ સંઘર્ષમાં તુર્કીએ અઝરબૈજાનનું જોરદાર સમર્થન કર્યું અને તેના ડ્રોન વિમાનોએ ઘણો વિનાશ કર્યો હતો. આર્મેનિયાના સંરક્ષણ મંત્રાલયે તેમના તાજેતરના નિવેદનમાં જણાવ્યું હતું કે, તેના સૈનિકો અઝરબૈજાન દ્વારા ગોળીબાર કરવામાં આવેલા તોપના ગોળા અને ગોળીબારનો ભોગ બન્યા હતા. મંત્રાલયે કહ્યું કે, તેના ઓછામાં ઓછા 15 સૈનિકો મૃત્યુ પામ્યા છે અને 12 અન્યને જીવતા પકડી લેવામાં આવ્યા છે. આટલું જ નહીં અઝરબૈજાને તેના યુદ્ધના બે મોરચા પર કબ્જો કરી લીધો છે.

આર્મેનિયાએ હવે રશિયાને મદદ માટે અપીલ કરી છે અને કહ્યું છે કે, અઝરબૈજાન તેની જમીન પર હુમલો કરી રહ્યું છે. આર્મેનિયાએ રશિયાની 1987ની સંધિનો ઉલ્લેખ કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, રશિયા આર્મેનિયાનો બચાવ કરશે. રશિયાનું આર્મેનિયામાં લશ્કરી મથક છે. આટલું જ નહીં કારાબાખમાં રશિયન શાંતિ રક્ષકો હાજર છે. બીજી તરફ અઝરબૈજાને દાવો કર્યો છે કે, તેણે આર્મેનિયાની ઉશ્કેરણી બાદ સૈન્ય કાર્યવાહી શરૂ કરી છે.

નાગેર્નો-કારાબાખ પ્રદેશ, અઝરબૈજાનનો ભાગ

આર્મેનિયા અને અઝરબૈજાન બંને 1990 ના દાયકા સુધી સોવિયેત સંઘનો ભાગ હતા. બંને દેશો વચ્ચે પર્વતીય વિસ્તારમાં અનેક યુદ્ધો થયા છે, પરંતુ હવે હજૂ સુધી આ વિવાદ ઉકેલાયો નથી. નાગેર્નો-કારાબાખ પ્રદેશ આંતરરાષ્ટ્રીય સ્તરે અઝરબૈજાનનો ભાગ છે, પરંતુ આર્મેનિયાના વંશીય જૂથો દ્વારા કબ્જો કરવામાં આવ્યો છે. ગયા વર્ષના સંઘર્ષમાં અઝરબૈજાને કારાબાખનો મોટો વિસ્તાર જીતીને કબ્જે કર્યો હતો.

- Advertisement -

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles