રોહિત શર્માએ ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ-11માં કર્યા ફેરફારવિરાટ કોહલીના ખાસ ખેલાડીને ટીમથી બહાર કર્યોયુઝવેન્દ્ર ચહલને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન ના મળ્યું
જયપુરમાં ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ 3 મેચની ટી-20 સિરીઝની પ્રથમ મેચ રમી રહી છે.
ટી-20 ફોર્મેટમાં રોહિત શર્માને ભારતીય ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રોહિતે ન્યૂઝીલેન્ડ સામેની ટીમમાં વિરાટ કોહલીના એક ખાસ ખેલાડીને પ્લેઇંગ-11માં સ્થાન આપ્યું નથી. આ ખેલાડી તેના શ્રેષ્ઠ ફોર્મમાં હતો, છતાં તેને ટીમ ઈન્ડિયામાં તક આપવામાં આવી નથી.
વિરાટ કોહલીનો ખાસ ખેલાડી
ટીમ ઈન્ડિયાનો સ્ટાર સ્પિન બોલર યુઝવેન્દ્ર ચહલ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના ખાસ ખેલાડીઓમાંથી એક છે. ટી-20 વર્લ્ડકપ 2021માં પણ ચહલને ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો હતો. તેને ન્યૂઝીલેન્ડ સામેની 3 ટી-20 મેચની સિરીઝમાં સામેલ કરવામાં આવ્યો છે, પરંતુ પ્રથમ ટી-20 મેચમાં નવા કેપ્ટન બનેલા રોહિત શર્માએ તેને કિવી ટીમ સામેની પ્રથમ મેચમાં તક આપી નથી. જ્યારે ચહલ ધમાકેદાર ફોર્મમાં હતો.

IPLમાં કર્યું શાનદાર પ્રદર્શન
IPL 2021માં ભારતનો સ્ટાર લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ ઘાતક ફોર્મમાં હતો. તેણે પોતાના દમ પર આરસીબીને પ્લે-ઓફમાં પહોંચાડી હતી. ચહલની ઓવરોમાં રમવું મોટા બેટ્સમેનો માટે પણ સરળ નથી. તેની લેગ સ્પિનનો જાદુ જોરદાર છે. જ્યારે ચહલ તેના ફોર્મમાં હોય છે, ત્યારે તે કોઈપણ બેટિંગ ઓર્ડરને તોડી શકે છે. IPLમાં આ બોલરે RCB માટે ઘાતક બોલિંગ કરી હતી. ચહલે આઇપીએલ 2021ની 15 મેચમાં 18 વિકેટ લીધી હતી. ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટી-20 મેચમાં ચહલની જગ્યાએ અક્ષર પટેલને તક આપવામાં આવી છે.
ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ત્રણ પેસર ટીમમાં
રોહિત શર્માએ ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધની ટીમમાં ત્રણ ફાસ્ટ બોલરોને જગ્યા આપી છે. દીપક ચાહર, ભુવનેશ્વર કુમાર અને મોહમ્મદ સિરાઝ. સ્પિનની જવાબદારી રવિચંદ્રન અશ્વિન અને અક્ષર પટેલ સંભાળશે. ત્યાં જ આ મેચમાં વેંકટેશ અય્યરે ટીમ ઈન્ડિયામાં ડેબ્યુ કર્યું છે. તેને આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરવાનું ઈનામ મળ્યું છે.
ટીમ ઇન્ડિયા પ્લેઇંગ-11: રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, ઋષભ પંત, વેંકટેશ ઐયર, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, દીપક ચહર, મોહમ્મદ સિરાજ
ન્યૂઝીલેન્ડ પ્લેઇંગ-11: માર્ટિન ગુપ્ટિલ, ડી. મિશેલ, માર્ક ચેપમેન, ગ્લેન ફિલિપ્સ, ટિમ સાઇફર્ટ, રચિન રવિન્દ્ર, મિચેલ સૈટનર, ટિમ સાઉદી, ટૉડ એસેલ, લોકી ફર્ગ્યુસન, ટ્રેન્ટ બોલ્ટ