fbpx
Friday, March 29, 2024

ખુશખબર/ બર્થ સર્ટિફિકેટ માટે હવે ધક્કા ખાવા પડશે નહીં, 3થી 4 દિવસમાં નામ સુધારી આપશે, ખૂબ જ સરળ છે આ કામ

બાળકના જન્મ સમયે જન્મનું પ્રમાણપત્ર મેળવતા સમયે બાબો કે બેબી લખાવ્યુ હોય એ પછી નામ સુધારવા શહેરીજનોને ઘણી તકલીફ પડતી હતી.હેલ્થ કમિટીની મળેલી બેઠકમાં બર્થ સર્ટિફીકેટમાં બાબો કે બેબીના બદલે નામ સુધારવાની પ્રક્રીયાને સરળ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ, હેલ્થ કમિટીની બુધવારે મળેલી બેઠકમાં બર્થ સર્ટિફીકેટમાં લોકોને નામ સુધારવા અંગે ઘણા ધકકા ખાવા પડતા હોવા બાબતની ચર્ચા ઝીરો અવર્સમાં સભ્યો દ્વારા કરવામાં આવી હતી.દરમ્યાન હેલ્થ કમિટીના ચેરમેન ભરત પટેલે કહ્યુ,બાળકના જન્મ સમયે સર્ટિફિકેટ મેળવતી વખતે જો બાબો કે બેબી લખ્યુ હશે અને પાછળથી એનું નામ સર્ટિફિકેટમાં સુધારવા માંગતા હોય એવા લોકો બાળકના સ્કૂલ લિવિંગ સર્ટિફીકેટ ઉપરાંત તેનો ફોટો તથા માતા-પિતાના ઓળખકાર્ડના પુરાવા રજુ કરશે, તો બર્થ સર્ટિફીકેટમાં ત્રણ થી ચાર દિવસમાં સુધારો કરી આપવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે.અત્યાર સુઘી બર્થ સર્ટિફિકેટમાં નામ લખાવવા માટે એફીડેવીટ સહિતના દસ્તાવેજો માંગવામાં આવતા હોવાથી પળોજણ વઘતી હતી એનો આ નિર્ણયથી અંત આવશે.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles