fbpx
Wednesday, April 24, 2024

ભીખ માંગીને જીવન ગુજાર્યું, અંતિમ યાત્રામાં આખું શહેર આવ્યું! ભીખારીની અંતિમયાત્રામાં ભીડ જોઈ લોકો આશ્ચર્યમાં પડ્યા

આજે મોટી મોટી ઈમારતોના મકાનોમાં કોઈનું મૃત્યુ થાય ત્યારે ઘણી જગ્યાએ ચાર લોકો પણ ખભો આપવા નથી આવતા. ત્યારે આવા સમાજમાં આપણા દેશમાં જો અમે તમને કહીએ કે ભીખ માંગીને જીવતા વ્યક્તિના અંતિમ સંસ્કાર (Funeral of a begging man)માં હજારોની ભીડ એકઠી થઈ હતી તો નવાઈ લાગશે ને? આ સમાચાર કર્ણાટક (Karnataka)ના વિજયનગર જિલ્લાના છે.

આ ભીડને કોઈએ કોઈ લોભથી બોલાવી નથી કે આ ભીડ કોઈના ડરથી બહાર આવી નથી. આ ભીડ એટલા માટે આવી છે કારણ કે મૃત્યુ પામેલા વ્યક્તિએ તેમના હૃદયમાં એક ખાસ સ્થાન બનાવી લીધું છે. આ ભીડ માનસિક રીતે અશક્ત ભિખારીની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવા આવી છે. આ ભીડ તેમને શ્રદ્ધાજંલિ આપવા માટે આવી છે જેણે એક જ રૂપિયો માંગી સંપૂર્ણ જીવન ગુજાર્યું છે.

ભીખ માંગીને જીવન ગુજાર્યું, મર્યા તો આખું શહેર આવ્યું!

ઘણા લોકો એવું જીવન જીવી જતા હોય છે જેમાં તેમની પાસે પૈસા તો ન કમાયા હોય પણ નામ કમાઈને તેઓ લોકોના દિલમાં વસી જતા હોય છે. ત્યારે આવો જ કિસ્સો છે કર્ણાટકનો જેમાં તાજેતરમાં કર્ણાટકના બલ્લારી અને વિજયનગર નજીક અકસ્માતમાં 45 વર્ષીય બસવા (લોકો બસ્યા પણ કહેતા) મૃત્યુ પામ્યા છે. તે ભીખ માંગીને પોતાનું જીવન નિર્વાહ કરતા હતા, પરંતુ તેના મૃત્યુમાં હજારો લોકો કેવી રીતે એકઠા થયા, તેના પર લોકો આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે.

માત્ર એક રૂપિયો લેતા, કરોડો દુવાઓ આપતા

બસવાની ભીખ માંગવાની પોતાની અલગ રીત હતી. તે એક જ રૂપિયો લેતા હતા અને બદલામાં તે લાખો-કરોડો દુઆઓ આપતા હતા. જો લોકો તેને વધુ પૈસા આપતા તો તે લેતા નહીં અને જો વધુ વિનંતી કરે તો તેઓ ફક્ત તેના હાથ જોડી લેતા હતા. પરંતુ લોકોની હંમેશા એવી ઈચ્છા રહેતી કે બસવા ક્યારેક તેમના દરવાજે ભીખ માંગવા આવે.

કારણ કે એવું માનવામાં આવતું હતું કે જ્યાં તેઓ ભીખ માંગવા માટે પસાર થતાં ગુડ લક એ શેરીમાં શરૂ થતું હતું. બસવાના આશીર્વાદ પર લોકોની અતૂટ શ્રદ્ધા દિવસેને દિવસે વધી રહી હતી. સમય બદલાયો છે પણ વિશ્વાસ તૂટ્યો નથી. મોંઘવારી વધતી જ રહી પણ બસવાએ કોઈની પાસેથી એક રૂપિયાથી વધુની માંગણી ન કરી.

જ્યાં સુધી જીવ્યા એક રૂપિયો જ માગ્યો

જ્યારે એક-એક રૂપિયા કરી થોડાક રૂપિયા ભેગા થતાં હતા, ત્યારે તેઓ ચુપચાપ જરૂરિયાતમંદને મદદ કરતા હતા. આ માટે તેમને કોઈ પણ ચોક પર કોઈ પોસ્ટર છપાવ્યું નથી. માંગનાર તેમની પાસે ન આવતો, પરંતુ તેમને જેવી જ જાણ થતી તરત જ પોતે જરૂરિયાતમંદો સુધી પહોંચી જતા હતા.

શુક્રવારે એક અકસ્માત થયો જેમાં બસાવાને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ બસવાને બચાવી શકાયા ન હતા. બસવાનું શનિવારે અવસાન થયું છે. તેઓએ આ દુનિયા છોડી દીધી. આજે લોકોને દુનિયામાં કોઈની સાથે સંબંધ બાંધવાનો સમય નથી, પરંતુ બસવા એકલા હતા,પરંતુ તેઓ જેને મળતા હતા, તેઓ તેમના બની જતા હતા. આજે બસવા નથી, પરંતુ કર્ણાટકના બલ્લારી અને વિજયનગર ગામની ગલીઓમાં ઘરો અને દુકાનોની દિવાલોમાં તેમની યાદો વસી ગઈ છે.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles