fbpx
Friday, March 29, 2024

ગુજરાતમાં હજુ આટલાં દિવસ સુધી માવઠાંની આગાહી: આ જિલ્લાઓમાં વાતાવરણમાં એકાએક પલટો, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત

દેશના ઉત્તરીય ભાગમાં થયેલી હિમ વર્ષાને કારણે ગુજરાતમાં પણ ઠંડીનું જોર વધવા લાગ્યું છે. બંગાળની ખાડીના સર્ક્યુલેશનની અસરને પગલે રાજ્યમાં તાપમાનનો પારો ગગડ્યો છે. હવામાન વિભાગે આજથી ત્રણ દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીના સર્ક્યુલેશનની અસરને પગલે રાજ્યમાં 5 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું.

નલિયામાં સૌથી નીચું 10.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વધતી ઠંડીની સાથે આજથી ત્રણ દિવસ માટે રાજ્યનાં અનેક વિસ્તારોમાં માવઠું થવાની સંભાવના સેવાઇ રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અમદાવાદમાં આગામી પાંચ દિવસ ઠંડીમાં વધારો થવાની સંભાવના નહિવત્ છે. શહેરનું તાપમાન 20 ડિગ્રીની આસપાસ જ રહેવાની શક્યતા છે.

ગુજરાતમાં માવઠાની આગાહી

17 થી 20 તારીખ સુધી વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદની આગાહી છે. પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકે ફૂંકાશે. 20 તારીખે દક્ષિણ ગુજરાત તેમજ ગુજરાત રિજિયન, જેમાં અમદાવાદ, આણંદ, દાહોદ, ખેડા, મહીસાગર, મહેસાણા અને પંચમહાલમાં પણ વરસાદની આગાહી છે. માવઠાના કારણે શિયાળું પાકને ભારે નુકસાન થશે.

બનાસકાંઠામાં કમોસમી વરસાદ

બનાસકાંઠાના પાલનપુર પંથકમાં વહેલી સવાર ધીમીધારે કમોસમી વરસાદ વરસ્યો છે. મગફળીની સિઝનને લઈને ખેડૂતો અને વેપારીઓની ચિંતામાં વધારો થયો છે.રવિપાકની સિઝનને પણ ખેડૂતોને મુશ્કેલી પડી શકે છે. બનાસકાંઠાના દિયોદર અને લાખાણી પંથકમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. વહેલી સવારે વરસેલા કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી છે.

  • હવામાન વિભાગ ની આગાહી ને પગલે કમોસમી વરસાદ
  • પાલનપુર પંથક મા ધીમી ધારે કમોસમી વરસાદ
  • મગફળી ની સીઝન ને લઈ ખેડૂતો અને વેપારીઓ ની ચિંતા મા વધારો
  • રવિ પાક ની સીઝન ને લઈ પણ ખેડૂતો ને મુશ્કેલી
  • બનાસકાંઠા: દિયોદર અને લાખણી પંથક ના વાતવરણ માં પલટો
  • ગાજ વીજ સાથે કમોસમી વરસાદ

અરવલ્લીમાં વાતાવરણમાં એકાએક પલટો

અરવલ્લી જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. શામળાજી સહિતના પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો છે. જેથી શામળાજી ખાતે ચાલતા ત્રિ-દિવસીય કાર્તિકી મેળામાં આવેલા ભક્તોએ હાલાકી વેઠવી પડી. વેપારીઓએ લગાવેલા ટેન્ટ પલળી ગયા છે.

  • શામળાજી સહિત પંથક કમોસમી વરસાદ
  • શામળાજી ખાતે ચાલતા ત્રિદિવસીય કારતકી પૂનમના મેળામાં ભક્તો ને હાલાકી
  • મેળા ને લઈ શામદાજીમાં વેપારીઓએ લગાવેલા ટેન્ટ પલળી ગયા
  • હવામાન વિભાગે ગઈ કાલે અરવલ્લીમાં માવઠું થવાની કરી હતી આગાહી

બહુચરાજીમાં કમોસમી માવઠું

મહેસાણાના બહુચરાજીમાં માવઠું પડ્યુ. વહેલી સવારે પડેલા કમોસમી વરસાદ બાદ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. માવઠાના કારણે શિયાળુ પાકમાં નુકસાનીની ભીતિ છે.

  • વહેલી સવારે પડ્યો કમોસમી વરસાદ
  • કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો
  • શિયાળુ પાકમાં નુકશાનની ભીતિ
  • વહેલી સવારે કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત

હવામાન વિભાગની આગાહી અનુસાર, સાયક્લોનિક સિસ્ટમ સર્જાતાં ગુજરાતમાં શુક્રવારે ડાંગ, નવસારી, સુરત, તાપી, વલસાડ, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, ભાવનગર, દીવમાં વરસાગ વરસી શકે છે. જ્યારે શનિવારે દમણ, આણંદ, દાહોદ, પંચમહાલ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles