fbpx
Tuesday, March 28, 2023

ન્યુઝીલેન્ડ દેશની સરકાર, તમાકુ અને સિગારેટના વેચાણ પર પ્રતિબંધ મૂકશે

- Advertisement -
- Advertisement -
- Advertisement -
- Advertisement -

ન્યુઝીલેન્ડ સરકાર તમાકુના ધૂમ્રપાનને લઈને એક અનોખી યોજના લઈને આવી છે. જે હેઠળ તે 14 વર્ષ કે તેથી ઓછી ઉંમરના યુવાનો દ્વારા તમાકુની ખરીદી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની યોજના બનાવી રહી છે. આ યોજનાના અમલ પછી 14 વર્ષથી ઓછી ઉંમરના યુવાનો જીવનભર કાયદેસર રીતે તમાકુ ખરીદી શકશે નહીં.

સરકારે ગુરુવારે જાહેરાત કરી હતી કે નવા કાયદા હેઠળ આવતા વર્ષથી સિગારેટ ખરીદવાની લઘુત્તમ વય દર વર્ષે વધતી રહેશે. એસોસિયેટ હેલ્થ મિનિસ્ટર ડૉ. આયેશા વેરાલે ગુરુવારે માહિતી આપી, ‘નવા કાયદાની જોગવાઈઓ હેઠળ ધૂમ્રપાનની કાયદેસરની ઉંમર દર વર્ષે વધશે. જેથી ન્યુઝીલેન્ડની આગામી પેઢીને ધૂમ્રપાન મુક્ત બનાવી શકાય.’ તેમણે કહ્યું, ‘ આ આપણા નાગરિકો માટે છે. સ્વાસ્થ્ય માટે એક ઐતિહાસિક દિવસ છે.

દેશને ‘ધુમ્રપાન મુક્ત’ બનાવવાનું લક્ષ્ય

આગામી ચાર વર્ષમાં દેશને સંપૂર્ણપણે ધૂમ્રપાનમુક્ત બનાવવાના તેના લક્ષ્ય સુધી પહોંચવા માટે સરકારે તમાકુના ધૂમ્રપાન પર પ્રતિબંધની જાહેરાત કરી છે. વાસ્તવમાં આ યોજના 2025 સુધીમાં ન્યુઝીલેન્ડમાં ધૂમ્રપાનનું સ્તર 5 ટકાથી ઓછું કરવાનું લક્ષ્ય નક્કી કરે છે. અધિકારીઓને આશા છે કે આ પહેલથી દેશમાંથી દાયકાઓથી ચાલી આવતી ધૂમ્રપાનની પ્રથા નાબૂદ થઈ જશે.

ન્યુઝીલેન્ડમાં દૈનિક ધૂમ્રપાનના દરમાં ઘટાડો થયો છે

એક દાયકા પહેલા અહીં દૈનિક ધૂમ્રપાનનો દર 18 ટકા હતો, જ્યારે 2018માં તે 11.6 ટકા થયો હતો. જો કે, માઓરી અને પેસિફિકા માટે ધૂમ્રપાનનો દર ઘણો વધારે હતો એટલે કે માઓરી માટે 29 ટકા અને પેસિફિકા માટે 18 ટકા. આ યોજનામાં સમાવેશ થાય છે- નિકોટિનનું નીચું સ્તર ધરાવતાં તમાકુ ઉત્પાદનોને જ વેચવાની મંજૂરી આપવી અને તેને વેચતા સ્ટોર્સની સંખ્યા ઘટાડવી.

 ચેતવણી : ધુમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. 

- Advertisement -

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles