fbpx
Thursday, April 25, 2024

જાણો, સેલિબ્રીટીઝ શા માટે તેમના ડાયટમાં વેગન ચાને સામેલ કરે છે?

આજકાલ સેલિબ્રીટીઝમાં વેગન ચા ખૂબ લોકપ્રિય બની રહી છે, પરંતુ શું તમે જાણો છો કે આ વેગન ચા શું છે? તેનો સ્વાદ સામાન્ય ચા જેવો જ હોય ​​છે, પરંતુ તેના ફાયદા ઘણા વધારે છે. હેલ્ધી અને ટેસ્ટી વેગન ચામાં તમારી મસાલા ચાના તમામ ગુણો છે. એન્ટી-ઓક્સિડેન્ટથી ભરપૂર આ ચા પીવાથી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત થશે.

વેગન ટી શું છે?

વેગન ચા બનાવવા માટે ગાય અથવા ભેંસના દૂધને બદલે છોડ આધારિત દૂધ જેમ કે સોયા દૂધ અથવા બદામના દૂધનો ઉપયોગ કરવામાં આવે છે. જે લોકોને લેક્ટોઝ ઇનટોલરેન્સની સમસ્યા હોય તેમના માટે પણ આ ચા ખૂબ જ ફાયદાકારક છે.

સામાન્ય ચા કરતા ખાસ છે

ન્યુટ્રિશનિસ્ટના જણાવ્યા અનુસાર જ્યારે દેશી ચાની વાત આવે છે ત્યારે દૂધને હંમેશા એક મહત્વપૂર્ણ ઘટક માનવામાં આવે છે. ઘણા લોકો ચાને હેલ્ધી બનાવવા માટે ટોન્ડ મિલ્કનો ઉપયોગ કરે છે. પરંતુ વેગન આહારના વધતા વલણ અને જાગરૂતતાને કારણે, હવે મોટાભાગના લોકોએ ઓછી ચરબી અને ઉચ્ચ પોષક તત્વોવાળા વિકલ્પો પસંદ કરવાનું શરૂ કર્યું છે.

સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક

વેગનિઝમને કારણે સેલિબ્રીટીઝ મસાલા ચાથી દૂર રહીને વેગન ચા પસંદ કરી છે. તેમાં ચરબી ઓછી હોવાને કારણે કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે. તે વજન ઘટાડવામાં અને હૃદયને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે. આ ચા હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓ માટે પણ સારો વિકલ્પ છે. આ પીવાથી એસિડિટી અને હાર્ટબર્નની સમસ્યા નહીં થાય. કેલરીની માત્રા પણ ઓછી રાખે છે.

વેગન ચાની રેસીપી

વેગન ચા બનાવવા માટે એક પેનમાં પાણી નાખી ગેસ પર પાણી ઉકળવા મુકવુ. ચા, બ્રાઉન સુગર અથવા ગોળને પાણીમાં ઉકાળવી. ચા મસાલો ઉમેરો. આદુ અને ફુદીનાના પાનનો ટુકડો વાટીને પાણીમાં નાખો. થોડીવાર ઉકાળ્યા પછી, રંગ અને સુગંધ આવે કે તરત જ આંચ ઓછી કરો. હવે તેમાં બદામનું દૂધ અથવા સોયા દૂધ ઉમેરો.

દૂધ ઉમેરતી વખતે ચાને ચમચા વડે હલાવો. ગેસ ધીમો રાખો. વધુ ઉકાળવાથી તે કડવી બની શકે છે. 2-3 મિનિટ પછી ગેસ બંધ કરી દો. એક કપમાં ચાને ગાળીને ગરમા ગરમ પીઓ. એ પણ ધ્યાનમાં રાખો કે તે સામાન્ય દૂધ જેટલું ઘટ્ટ ન બને. તેનો રંગ થોડો હળવો પણ હોઈ શકે છે, પરંતુ તમને તેનો સ્વાદ ગમશે.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles