fbpx
Friday, March 29, 2024

રાજ્યમાં પહેલી વખત સુરત મનપા ગટરનું ગંદુ પાણી વેચીને આવક ઉભી કરશે

સુરત મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં કેટલાક મહત્વના કામોને મંજૂરી આપવામાં આવી હતી. 49 પૈકી બે સિવાય એજન્ડાના તમામ કામોને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં અગત્યના કામમાં ડ્રેનેજના પાણીને ટ્રીટમેન્ટ કરવામાં આવશે. શહેરના બે સૌથી મોટા બગીચાઓની જાળવણી અને સ્થાપનાથી થતી જંગી આવકની સાથે સાથે તેમજ સીસી રોડનો કોન્ટ્રાક્ટ પાંચ વર્ષના સમયગાળા માટે આપવામાં આવ્યો હતો. હવે તેને દસ વર્ષ સુધી લંબાવવામાં આવ્યું છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા હવે ગટરના પાણીને ટ્રીટ કરીને ઔદ્યોગિક ગૃહોમાં ઉપયોગમાં લેવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કોર્પોરેશન દ્વારા પાણી શુદ્ધિકરણ (સુએઝ વોટર ટ્રીટમેન્ટ) માટે 165 કરોડની બચત થશે. 20 વર્ષમાં થયેલા ખર્ચની સામે કોર્પોરેશનને 20 કરોડની આવક થશે. ડ્રેનેજ સિસ્ટમ એવી રીતે ગોઠવી શકાય કે તેનો ફરીથી ઉપયોગ કરી શકાય, આનાથી પાણીનો ખર્ચ પણ ઘટશે.

શહેરના બે મોટા બગીચાઓની જાળવણી અને આ બગીચાઓને  નવા રૂપથી શણગારવામાં આવશે. જેમાં પીપીપીના ધોરણે જાળવણી અને વિકાસની વ્યવસ્થા કરવામાં આવી છે. ભેસ્તાન અને ઉગત ગાર્ડન પીપીપી ધોરણે વિકસાવવામાં આવશે. કોર્પોરેશનને 20 વર્ષમાં આ બંને બગીચામાંથી રૂ.17.25 કરોડની આવક થશે. તેમજ તેના  જાળવણી અને વિકાસ પાછળ દર વર્ષે 1.5 કરોડ રૂપિયાનો ખર્ચ થતો હતો જે પણ હવે પછી આવકના રૂપે પાછો મળશે. એટલે કે કોર્પોરેશનને એક વર્ષમાં 30 થી 35 કરોડની બચત થશે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતું કે, કોર્પોરેશનને પ્રથમ વખત ગટરના પાણીથી આવક થવા જઈ રહી છે. પીપીપીના આધારે બગીચા પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેના કારણે કોર્પોરેશનને સારી આવક થશે. સોસાયટીઓની સાથે અન્ય રસ્તાઓ અંગે પણ ભારે ચર્ચા છે, હવે કોન્ટ્રાક્ટ પર આપવામાં આવતા રસ્તાના પ્રકારમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ સીસી રોડ માટે માત્ર પાંચ વર્ષનો સમય આપવામાં આવ્યો હતો. હવે તેને 10 વર્ષ સુધી તેની તાકાત જાળવી રાખવા માટે કરાર કરવામાં આવ્યો છે. 10 વર્ષ સુધી સીસી રોડની જાળવણી કરવાની જવાબદારી કોન્ટ્રાક્ટરોની રહેશે.

તેમને ઉમેર્યું હતું કે મનપા દ્વારા 30 એમએલડી ગંદુ પાણી રોજ સપ્લાય કરવામાં આવશે. સૂચિત સાઈટ સુધી પાઈપલાઈન સહિતનું નેટવર્ક મનપા દ્વારા નાંખવામાં આવશે અને આ અંગેનો તમામ ખર્ચ મનપા દ્વારા ચુકવવામાં આવશે. સૌથી મહત્વની બાબત છે કે અત્યારસુધી રાજ્યની કોઈપણ મનપા દ્વારા ગંદુ પાણી વેચીને આવક ઉભી કરી નથી. ગંદા પાણીના વેચાણથી મનપાને 15 વર્ષમાં 20 કરોડ રૂપિયાની આવક ઉભી થશે.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles